Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સુરત:ફર્નિચરના વ્યાપારીનું ક્રેડિટ કાર્ડ હેક કરી ભેજાબાજે 97 હજારનું કેશ ટ્રાંજેક્શન કરી લેતા ગુનો દાખલ

સુરત:ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા ફર્નિચરના વ્યાપારીના કોટક મહેન્દ્ર બેંકના ક્રેડિટ કાર્ડનો ડેટા હેક કરી ભેજાબાજે રૃા. 97 હજારથી વધુની મત્તાનું ટ્રાન્જેકશન કરતા ઉમરા પોલીસે આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઘોડદોડ રોડ સ્થિત ઇલોરા એપાર્ટમેન્ટમાં રહેતો વૈભવ દિપક ગોએન્કા (.. 27) પાંડેસરા જીઆઇડીસીમાં ઓમ ફર્નિચર નામે કારખાનું ધરાવે છે. તા. 15 જાન્યુઆરીના રોજ ભેજાબાજે વૈભવનો કોટક મહેન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડનો ડેટા હેક કરી એક પછી એક પાંચથી સાત જેટલા ટ્રાન્જેકશન થકી રૃા. 97,263ની મત્તા ઉપાડી લીધી હતી. ભેજાબાજે રોક્ડ ટ્રાન્જેકશન કરતા વેંત કોટક મહેન્દ્રા બેંકમાંથી વૈભવના મોબાઇલ પર મેસેજ આવ્યા હતા. પોતે એક પણ ટ્રાન્જેકશન કર્યુ નહિ હોવા છતા બેંકમાંથી રોકડ ટ્રાન્જેકશનના મેસેજ આવતા વૈભવ ચોંકી ગયો હતો અને અંગે બેંકમાં ફરિયાદ કરી હતી. પરંતુ બેંક દ્વારા કોઇ સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં નહિ આવતા અંગે છેવટે ઉમરા પોલીસ મથકમાં આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

(5:09 pm IST)