Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વડોદરામાં ફેકટરીના માલિક પાસે વિધિના બહાને 21.80 લાખ પડાવી લેનાર મંદિરના મહારાજને ઝડપવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી

વડોદરા: શહેરમાં મંદીના કારણે ધંધામાં ખોટ જતા બે કરોડનું દેવુ થઇ જતા પોતાની દશા સુધારવા માટે વારસિયા રીંગરોડ પર આવેલા બગલામુખી મંદિરના મહારાજ પાસે ગયેલા ફેકટરી માલિક પાસેથી ૨૧.૮૦  લાખ રૃપિયા રોકડા મહારાજે વિધિના નામે પડાવી લીધા હતા બનાવની ફરિયાદ બાદ બગલામુખી મંદિરના મહારાજા ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે તેઓની શોખધોળ હાથ ધરી છે.

 પાણીગેટની દત્તકૃપા સોસાયટીમાં રહેતા દેવરાજ ભાનુભાઇ પંડયાની હાલોલ તાલુકાના બાસ્કા ગામે પર્સિસસ્ટન્ટ હાઇટેક કાસ્ટીકીંગ નામની કાસ્ટીગના મશીનરી પાર્ટસ બનાવવાની ફેકટરી છે. શરૃઆતમાં ફેકટરી સારી રીતે ચાલતી હતી પરંતુ વર્ષ ૨૦૧૪માં મંદી આવતા દેવરાજ પંડયાને ધંધામાં ખોટ જતા બે કરોડ રૃપિયાનું દેવુ થઇ  ગયુ હતું. બાદમાં મિત્ર કિંજલ વ્યાસ મારફતે તેના ગુરૃ ડો. પ્રશાંત ઉપાધ્યાયનો  સંપર્ક થયો હતો. વારસીયા રીંગરોડ પર બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના મહારાજ ડો. પ્રશાંત ઉપાધ્યાયે  આર્થિ સ્થિતિ સુધારવા અને ધંધો બરાબરા થવા માટે કહ્યા મુજબ ફેકટરી માલિકે યંત્ર, રામરોટી અન્નક્ષેત્ર તેમજ મુર્તિ માટે પાંચ લાખ  મળીને રૃા.૨૧.૮૦ લાખ રૃપિયા આપ્યા હતા

(5:06 pm IST)
  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST