Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

આણંદ જિલ્લાની બે સરકારી શાળાઓમાં ૧ હજાર વિદ્યાર્થીઓ માટે NFNના નોવેલ ગિફ્ટ મિલ્ક કાર્યક્રમનો પ્રારંભઃ ૩૦૦૦ જેટલા બાળકોને દૂધનું વિતરણ

આણંદ: આણંદ જિલ્લાની બે સરકારી શાળાઓના આશરે એક હજાર વિદ્યાર્થીઓ માટે એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યુટ્રિશન (એનએફએન) ના નોવેલ 'ગિફ્ટ મિલ્ક' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમમાં મીનેશ શાહ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને રાજેશ સુબ્રમણ્યમ, મેનેજિંગ ડિરેક્ટર, આઈડીએમસી લિમિટેડ, સ્થાનિક સમુદાય, વાલીઓ અને વીયુ ઔદ્યોગિક સંઘ, આણંદના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આઈડીએમસી તેના સીએસઆર ફાળવણી હેઠળ પ્રોગ્રામને ફંડ આપી રહી છે. ખેડા દૂધ સંગ દ્વારા તમામ શાળાના બાળકોને 200 મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ પેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ દરરોજ આપવામાં આવશે. એનએફએન આઈડીએમસીની સીએસઆર સહાય હેઠળ આણંદ જિલ્લાના 3000 જેટલા બાળકોને ગિફ્ટમિલ્કનું વિતરણ 15 ઓગસ્ટ, 2016 થી કરી રહ્યું છે.

એનએફએન ની સ્થાપના, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ 2015-16 દરમિયાન કરવામાં આવી હતી। તેનું ઉદ્દેશ સરકારી શાળાના બાળકોને એક ગ્લાસ દૂધ પ્રદાન કરી, તેમનું  કુપોષણ દૂર કરવાનું છે. એનએફએન વિવિધ સંસ્થાઓ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર) હેઠળ દાન એકત્ર કરી ડેરી સહકારી મંડળના નેટવર્ક દ્વારા શાળાના બાળકોને દૂધ પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે.

હાલમાં, એનએફએન, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની 118 શાળાઓના લગભગ 50,000 વિદ્યાર્થીઓને દૂધ પુરૂ પાડી રહ્યું છે . હજી સુધી એનએફએન દ્વારા લગભગ 85 લાખ યુનિટ દૂધનું વિતરણ સરકારી શાળાના બાળકોમાં કરવામાં આવ્યું છે. ગિફ્ટમિલ્ક પ્રોગ્રામને દેશભરથી તેની પ્રોગ્રામ સ્કૂલોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.  કુપોષણને નાબૂદ કરવાના દેશના પ્રયત્નોમાં ફાળો આપવા એનએફએન તેના પ્રોગ્રામને વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

(4:47 pm IST)