Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ગાંધીનગરમાં ગુજરાતનું પાંચમુ પોલીસ કમિશનરેટ તંત્ર રચાશે

રાજકોટ, તા. ૧૪ :. રાજ્યનું પાંચમુ પોલીસ કમિશનરેટ તંત્ર રાજધાની ગાંધીનગરમાં સ્થાપવા સરકાર આગળ વધી રહ્યાનું જાણ વા મળે છે. હાલ ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસ કમિશનરેટ તંત્ર છે. હવે ગાંધીનગરમાં કમિશનરેટ તંત્ર રચાશે. હાલ જિલ્લા પોલીસ વડાની હકુમતમાં આવતા ગાંધીનગર શહેરને ડીઆઈજી કે તેથી ઉપરની કક્ષાના પોલીસ કમિશનર મળશે.

ગાંધીનગરની હદ વધારવા માટે કોર્પોરેશને ઠરાવ કરી નાખ્યો છે. જિલ્લાના અમુક ગામડાઓ, ગાંધીનગર શહેર તેમજ અમદાવાદના સાબરમતી જેવા લાગુ વિસ્તારોને ભેગા કરીને નવુ ગાંધીનગર પોલીસ કમિશનર તંત્ર અસ્તિત્વમાં લાવવાની નિર્ણાયક પ્રક્રિયા ચાલી રહ્યાનું જાણવા મળે છે.

(3:26 pm IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST