Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમદાવાદમા હવે બીયુ પરમીશન લેવા માટે પાર્કિંગ અંગેનો બાંહેધરી પત્ર આપવો પડશે

આખે આખા બિલ્ડીંગની બીયુ પરમીશન રદ થઇ શકશે : પેનલ્ટી પણ લાગશે

અમદાવાદમા હવે બીયુ પરમીશન લેવા માટે બાંહેધરી પત્ર આપવો પડશે.આ બાહંધરી પત્રમા બિલ્ડીંગમા દર્શાવેલી પાર્કીંગની જગ્યાનો ફક્ત પાર્કીંગ તરીકે ઉપયોગ થશે. જો મંજૂર કરેલી જગ્યાનો અન્ય ઉપયોગ કરવામાં આવશે તો આખે આખા બિલ્ડીંગની બીયુ પરમીશન રદ કરવામા આવશે. બિલ્ડીંગનો જેટલા સમય ઉપયોગ કર્યો હશે તે પ્રમાણે હેવી પેનલ્ટી વસુલવામા આવશે.પેનલ્ટી કેટલી હશે તે તંત્ર નક્કી કરશે.પણ હેવી પેનલ્ટી લેવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે.

   આ અંગે મહાનગરપાલિકા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કમિશનર દ્વારા આનંદનગર વિસ્તારમાં રાઉન્ડ લેવામા આવ્યો હતો. અને તે સમયે બે ઇમારતોમા પાર્કીગની જગ્યાનો અનઅધિકૃત વપરાશ થતો હોવાનુ સામે આવ્યુ હતુ. આ બાબતે એક અધિકારીને સસપેન્ડ કરવામાં આવ્યાં હતાં. તો બેને શો-કોઝ નોટીસ આપવામા આવી હતી.

 

(12:13 am IST)
  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST