Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

લોખંડના સળીયા તથા વાહનચોરીના કુલ-૧૪ ગુના ડીટેક્ટ કરતી નર્મદા એલ.સી.બી.પોલીસ: બે શખ્શોની અટકાયત

નર્મદા સહિતના અલગ અલગ જિલ્લાઓમાં કરેલા ૧૪ ગુનાઓની કબુલાત કરી

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ (IPS), પોલીસએ જીલ્લામાં મિલ્કત બાબતેના ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન આપેલ જેમાં .એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા સી.એમ.ગામીત, પો... એલ.સી.બી.તેમજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ મારફતે ગરૂડેશ્વર પો.સ્ટે. પાર્ટ- ગુ..નં. ૧૧/૨૦૨૦ .પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ટેક્નીકલ સર્વેલન્સ આધારે આરોપી રમેશ ઉર્ફે રામુ લવમહારાજ મિશ્રાઉ,(રહે.મઢી સુરાલી માર્કેટ યાર્ડની પાછળ તા.બારડોલી જી.સુરત) દસમ ભિખા તોમર ( રહે.કુહા તા.કઠીવાડા જી.અલીરાજપુર (MP) ને ગુનાના કામે અટક કરવામાં આવેલ આરોપીઓની વિશેષ પુછપરછ દરમ્યાન નર્મદા સહિત ના અલગ અલગ જિલ્લાઓમાં કરેલા ૧૪ ગુનાઓની કબુલાત કરતા બંનેની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

(10:53 pm IST)
  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST