Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કાલથી ધીમીગતિએ ઠંડી વધશે: અંતિમ તબક્કાની ઠંડી ભૂક્કા બોલાવશે : અરબી સમુદ્રમાં પવન ફૂંકાશે

અરબી સમુદ્રમાં 45થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે:માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ફરી વખત ઠંડીનો ચમકારો અનુભવાશે. શુક્રવારથી 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી બપોરે ગરમી, જ્યારે સાંજ બાદ ઠંડી શરૂ થઇ જશે. 

રાજ્યમાં ઠંડીની સીઝનનો અંતિમ તબક્કો શરૂ થવાનો છે. ત્યારે ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. કાલથી 1 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે.જયારે દરિયામાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા સેવાઈ રહી છે. અરબી સમુદ્રમાં 45થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવા માટે માછીમારોને સૂચન કરાયું છે.

હાલ શિયાળાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે બે ઋતુનો અનુભવ થશે. માર્ચ મહિનાથી ઉનાળાની ગરમીની શરૂઆત થઇ જશે. રાજ્યમાં ઉતર તરફથી પવન ફુંકાવવાના કારણે તાપમાન નીચું જવાનું હવામાન વિભાગનુ અનુમાન છે.

(9:19 am IST)
  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST