Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

વડોદરામાં રસોઈકામ કરતી મહિલાને મકાન આપવાની લાલચ આપી ઠગે 1.48 લાખ પચાવી પાડ્યા

વડોદરા: શહેરમાં રસોઇકામ કરતી મહિલાને મકાન અપાવવાની લાલચે આજવારોડ પર રહેતા ઠગે રૃપિયા ૧.૪૮ લાખ પડાવી લીધા હતા. જે અંગે મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, પ્રતાપનગર વુડાના મકાનમાં રહેતા ભારતીબેન ઠાકોર રસોઇકામ કરે છે. વુડાના  મકાનમાં જ રહેતા કલ્પેશ પવાર મારફતે આયુષ રામકુમાર કનોજીયા (રહે. કમલાનગર આજવારોડ)નો પરિચય થયો હતો. આયુષ કનોજીયાએ મહિલાને આજવારોડ સિધ્ધેશ્વર ફલેટમાં મકાન અપાવવાનું જણાવી રૃપિયા ૧.૪૮ લાખ પડાવી લીધા હતા. પરંતુ મકાન અપાવ્યુ ન હતુ. જેથી મહિલાએ રૃપિયાની પરત માંગણી કરતા આયુષે ગાડીથી અકસ્માત કરી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(4:53 pm IST)