Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

ગુજરાતમાં સસ્તા અનાજના ૧૭૦૦૦ જેટલા દુકાનદારોઃ કમિશન વધારવાની વિચારણા

લોકસભાની ચૂંટણી પહેલા લાભ મળવાની આશા

રાજકોટ તા. ૧૪ : ગુજરાત સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનદારો (પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર)ના કમિશનમાં વધારો કરવાની રાજય સરકાર દ્વારા વિચારણા થઇ રહી છ.ે

સસ્તા અનાજની દુકાનોએથી રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ખાંડ ઉપરાંત તહેવારો પર ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવે છે. ઘઉં, ચોખામાં પ્રતિ કવીન્ટલે સરકાર રૂ.૧૦ર કમિશન આપે છે. ફેરપ્રાઇઝ શોપ એશો.એ કમિશન વધારવા માંગણી કરી છ.ે તાજેતરમાં બે દિવસની હડતાલ રાખી હતી.

પુરવઠા વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સસ્તા અનાજની ૧૭ હજાર જેટલી દુકાનો નોંધાયેલી છે.

ગયા વર્ષે ઘંઉ, ચોખાના વેચાણ પર ૧૫ થી ૧૭ ટકા કમિશન વધારો અપાયો હતો. એશો. એ ફરી વધારાની માંગણી કરતા નાગરીક પુરવઠા વિભાગે કમિશન વધારવા નાણા વિભાગને દરખાસ્ત કરી છે. કેન્દ્ર સરકાર પણ સસ્તા અનાજના દુકાનદારોને કોઇ લાભ આપે તેવી શકયતા છે. રાજયના નાણા વિભાગ દ્વારા દુકાનદારોને કેટલુ કમિશન વધારવાથી સરકાર પર કેટલો આર્થિક બોજ આવેતેનો અભ્યાસ થઇ રહ્યો છે. લોકસભાની ચુંટણીની આચાર સંહિતા લાગુ પડતા પૂર્વે દુકાનદારો માટેખુશખબર આવે તેવી શકયતા નકારાતી નથી.

(3:54 pm IST)