Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગુજરાતમાં એઇમ્સ માટે રાજકોટ અને વડોદરા વચ્ચે સ્પર્ધા:વડોદરા આગળ થયાની ચર્ચા

વડોદરા માટે ચાર સ્થળે વિશાળ જમીનનો અભ્યાસ બાદ પાદરાના ચોકારી અને વાઘોડિયાના બાકરોલ ગામની જમીનની પસંદગી ??

ગુજરાતમાં એઇમ્સ માટે રાજકોટ અને વડોદરા વચ્ચે સ્પર્ધા:વડોદરા આગળ થયાની ચર્ચા

વડોદરા :ગુજરાતમાં એઇમ્સ માટે મુખ્યત્વે રાજકોટ અને વડોદરા વચ્ચે સ્પર્ધા હતી જેમાં વડોદરા આગળ થયાની ચર્ચા છે અને વડોદરા જિલ્લાના બે સ્થળોની પસંદગી કરી લેવાયાની પણ ચર્ચા છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી મેડિકલ ક્ષેત્રે દેશની સર્વોચ્ચ સંસ્થા એઇમ્સ(ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ)ની ગુજરાતમાં સ્થાપના માટે વડોદરા અને રાજકોટ વચ્ચેની સ્પર્ધામાં વડોદરાને ફાયદો થાય તેવી શક્યતાઓ વર્તાઇ છે.વડોદરા જિલ્લામાં પાદરા અને વાઘોડિયા તાલુકાના ચાર સ્થળે જમીનનો અભ્યાસ કર્યા બાદ આખરે બે સ્થળની જમીનને બાદ કરતા પાદરા તાલુકાના ચોકારી તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની વિશાળ જમીન પર હાલ પુરતી પસંદગી ઉતારાઇ છે જો કે હજી સુધી એઇમ્સની સ્થાપના માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

  અત્રે ઉલ્લેખનીય છે દરેક રાજ્યમાં એઇમ્સની સ્થાપના કરવા માટે જાહેરાત કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં પણ એઇમ્સની સ્થાપનાના મુદ્દે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં હરખ વ્યાપ્યો હતો. રાજ્યમાં વડોદરા અને રાજકોટમાં એઇમ્સની સ્થાપના માટે જમીનો અંગેની વિગતો કેન્દ્રના હેલ્થ એન્ડ ફેમિલિ વેલફેર વિભાગ દ્વારા મંગાવાઈ હતી જેમાં જાન્યુઆરી-2015માં પાદરા તાલુકાના ચોકારી, જાસપુર અને પાવડા ગામની વિશાળ જમીન તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની જમીનની દરખાસ્ત મોકલાઈ હતી વર્ષ-૨૦૧૫માં જ એઇમ્સની ટીમે વડોદરા જિલ્લાના વિવિધ ખાતાના અધિકારીઓને સાથે રાખી પાદરા તાલુકાના ત્રણ ગામો તેમજ વાઘોડિયા તાલુકાના એક ગામની વિશાળ જમીનની મુલાકાત લઇ સર્વે કર્યો હતો

   એઇમ્સની સ્થાપના માટે જમીન યોગ્ય છે કે નહી તે અંગે વિવિધ પાસાઓ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને ટીમ દ્વારા એક રિપોર્ટ સરકારમાં મુક્યા બાદ વડોદરામાં એઇમ્સની સ્થાપના માટે પાદરા તાલુકાના ચોકારી ગામની ૩૫૩ હેક્ટર જમીન તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની ૨૫૩ હેક્ટર જમીન યોગ્ય હોવાનું નક્કી થયુ હતું. ચોકારી અને બાકરોલ ગામની જમીન પર એઇમ્સની સ્થાપના માટે દિલ્હીથી પાંચ સભ્યોની એક ટીમ વર્ષ-૨૦૧૭ના અંતમાં આવી હતી આ પાંચ સભ્યોએ વડોદરાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરી હતી.

   વડોદરાને એઇમ્સ મળે તે માટે એક પ્રેઝન્ટેશન પણ રજુ કરાયુ હતું. વડોદરા જિલ્લામાં એઇમ્સની સ્થાપના માટેના છેલ્લા ઇન્સ્પેક્શન બાદ હવે જાહેરાતની રાહ જોવાઇ રહી છે.

(8:54 pm IST)
  • હઇ થઇ ગઇઃ નાગાલેન્ડમાં ભાજપનો અદ્ભૂત ચૂંટણી ઢંઢેરોઃ સત્તા પર આવશું તો તમામ ખ્રિસ્તીઓને જેરૂસલેમની મફત મુસાફરી : આવતા મહિને યોજાનારી નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યોઃ જો ભાજપ સરકાર આવશે તો તમામ ખ્રિસ્તીઓને મફત જેરૂસલેમની મુસાફરી કરાવશેઃ નાગાલેન્માં કુલ વસતિના ૮૮ ટકા ખ્રિસ્તીઓ છે access_time 3:45 pm IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી. access_time 1:27 am IST

  • પંજાબ નેશનલ બેંકના કૌભાંડને કારણે બેંકનો શેર કડડભૂસઃ રોકાણકારોના ૩૦૦૦ કરોડ ડૂબી ગયાઃ શેર ૧૦ ટકા જેટલો તૂટયો access_time 4:11 pm IST