Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વિકાસલક્ષી નીતિઓમાં ગ્રામીણ લોકોને વિશ્વાસ

સરપંચોને નીતિન પટેલના અભિનંદન

વિકાસલક્ષી નીતિઓમાં ગ્રામીણ લોકોને વિશ્વાસ

અમદાવાદ,તા. ૧૪ : ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટલે પણ ઉપસ્થિત રહીને ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને અભિનંદન આપ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના વક્તવ્યમાં ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મોટાભાગે તમામ ગામડાઓમાં ભાજપના શુભેચ્છક, સમર્થક કે કાર્યકરો સરપંચ અને સભ્યો તરીકે ચૂંટાયા છે જે દર્શાવે છે કે, ગ્રામીણ પ્રજાને ભાજપની વિકાસલક્ષી નીતિઓમાં સંપૂર્ણ ભરોસો છે.

ગામડાઓના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે જ્યાં સુધી ગામડાઓનો સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી ભાજપ સરકાર ગ્રામીણ વિકાસલક્ષી કાર્યો અવિરત ચાલુ રાખશે.

(8:26 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 1:12 am IST

  • મહારાષ્ટ્રના વર્ધા નણપુર વિદર્ભમાં બે દિવસથી વરસાદ- બરફના કરા :૧I લાખ હેકટર પાકને નુકશાન access_time 4:11 pm IST

  • પશ્ચિમ બંગાળમાં ૧૪ મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યોઃ એક જ પરિવારના ૧૪ લોકોનું ધમાઁતર થતા મળવા ગયેલા પત્રકારો સાથે હિન્દુવાદી સંગઠન આયોજીત કાર્યક્રમમાં બબાલ access_time 8:48 pm IST