Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સુરતમાં ઉંચા વ્યાજની લાલચ આપી અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર કંપનીના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:માસિક રોકાણ કરી ઉંચુ વ્યાજનું પ્રલોભન આપી અમરોલીમાં સિક્યોર લાઇફ ગૃપ ઓફ કંપનીઝના નેજા હેઠલ સિક્યોર લાઇફ કેપીટલ લિમિટેડની ઓફિસ ખોલી ઓરિસ્સાની કંપનીના સંચાલકોએ સંખ્યાબંધ લોકો પાસે કરોડો રૃપિયા ઉઘરાવી રકમ પરત કરી ન હતી.

આ અંગે વરાછાના કાપડ વેપારીએ કુલ ૧૫ વ્યક્તિ  સાથે થયેલી છેતરપિંડી અંગે રૃ।. ૧૦ કરોડની ઠગાઇની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબેહનુમાન રોડ હેપ્પી બંગ્લોઝની સામે કૈલાશ એપાર્ટમેન્ટ ઇ-૧૨૪માં રહેતા નરસિંહભાઇ ગણેશભાઇ ડાંખરા (ઉ.વ. ૫૩) કાપડની દુકાન ધરાવે છે.

કાપડના વેપાર સાથે પલ્સ ઇન્ડિયાના એજન્ટ તરીકે  પણ કામ કરતા નરસિંહભાઇ વર્ષ-૨૦૧૦માં અમરોલી માનસરોવર સર્કલ પાસે શ્રીપાલનગર સોસાયટી પ્લોટ નં. ૩-૪ના ગ્રાઉન્ડ ફલોર ઉપર સિક્યોર લાઇફ ગૃપ ઓફ કંપનીઝના નેજા હેઠલ સિક્યોર લાઇફ કેપીટલ લિમિટેડના નામે કંપનીની ઓફિસ શરૃ કરનાર બબરૃ બહન નાયકના સંપર્કમાં આવ્યા હતા.

મૂળ ઓરિસ્સાના ગંજામના વતની બબરૃએ પોતાની ઓળખ કંપનીના ડાયરેકટર તરીકે આપી ત્યાં સાથે રહેતા બીજા ડાયરેકટર રૃશીયા લોકનાથ ગૌડા, બ્રાંચ મેનેજર અશોક ગદાધર સ્વાંઇ સાથે ઓળખાણ કરાવી હતી.

ત્રણેયે નરસિંહભાઇને માસિક રૃ।. ૧૦,૦૦૦ રોકાણ કરી ઉંચુ વ્યાજ દર મહિને મેળવવાની યોજના સમજાવી રોકાણ કરવા અને અન્યોને સભ્યો બનાવવા કહેતા નરસિંહભાઇએ કુલ રૃ।. ૫૭ લાખ ચાર વર્ષના સમયગાળામાં રોક્યા હતા.

(6:49 pm IST)