Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મહાત્મા ગાંધીજીઅે જ્યાં દાંડીયાત્રા કરી હતી તે રોડને નેશનલ ધોરી માર્ગ બનાવવા કામગીરીઃ મનસુખ માંડવીયા

ગાંધીનગરઃ કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી નેશનલ હાઇ-વે ઓથોરિટીની બેઠકમાં વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું.

ગાંધીનગરમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યના હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ સામેલ થયા. તેમજ નેશનલ હાઈવે પર થતી કામગીરી અને પ્રોજેક્ટના કામોની ચર્ચા થઈ હતી.

બેઠક બાદ મનસુખ માંડવિયાએ ચર્ચા કરતા કહ્યુ કે રાજ્યમાં 12.185 કરોડના ખર્ચે 41 જુદા જુદા નેશનલ ધોરીમાર્ગના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યુ છે.મહાત્મા ગાંધીએ જ્યાં દાંડી યાત્રા કરી હતી.તે રૂટ પ્રત્યે કોંગ્રેસ સરકારમાં ધ્યાન આપવામાં આવ્યુ હતું.

જોકે ભાજપ સરકાર દાંડી યાત્રાના માર્ગને નેશનલ ધોરી માર્ગ બનાવવાની કામગીરી કરી રહ્યું છે.રાજ્યમાં કુલ 514 કિલોમીટરનો નેશનલ ધોરી માર્ગે છે.

(5:15 pm IST)