Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સુરતના ઉઘના રેલ્વે સ્ટેશન પાસે રાજધાની ટ્રેન હડફેટે ગૌમાતા : ૮ ટ્રેનો મોડી પડી

સુરત : સુરત પાસે રાજધાની ટ્રેન હડફેટે ગૌમાતા આવી જતા ટ્રેનને એકાદ કલાક રોકી દેવી પડી હતી. પ્રાત્ન માહિતી મુજબ  બાન્દ્રા ટર્મીનલથી નિઝામુદ્દીન જતી રાજધાની ટ્રેન તેના નિયત સમયે બાન્દ્રાથી ઉપડી સુરત તરફ આવી રહી હતી તે વખતે  સાતેક વાગ્યાની આસપાસ સુરત નજીક ઉધના-ભેસ્તાન રેલવે સ્ટેશનની વચ્ચે આ ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેના કારણે રાજધાની ટ્રેનનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો અને ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર ૪૮ મિનિટ રોકી રાખવાની ફરજ પડી હતી. જેના કારણે મુંબઈથી અમદાવાદ તરફ જતી આઠ ટ્રેન પણ મોડી પડી હતી.

બાન્દ્રાથી સાંજે ૪.૦૫ કલાકે ઉપડી આ ટ્રેન સુરત આવી રહી હતી તે વખતે સાંજે ૬.૫૦ કલાકે ભેસ્તાન રેલવે સ્ટેશનથી થોડે દૂર ભીમનગર પાસે એકાએક એક ગાય રેલવે ટ્રેક પર પહોંચી ગઈ હતી. ટ્રેનના ડ્રાઇવર પાસે સમય જ ન રહ્યો કે તે ગાયને બચાવી શકે. આખરે ગાઈ ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે એન્જિન કિલપિંગનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો. સાવધાની પૂર્વક આ ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર પહોંચાડી ત્યાં થંભાવી દીધી હતી.

આશરે ૪૮ મિનિટ રોકાયા બાદ આ ટ્રેન નિઝામુદ્દીન તરફ જવા રવાના થઈ હતી.

 

(4:24 pm IST)
  • રાજસ્થાનમાં આવેલા રણથંભોર નેશનલ પાર્કમાં વાઘની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરીમાં પાર્કમાં કુલ ૬૭ વાઘ હતા. તેમાંથી ૨૧ નર વાઘ અને ૨૦ માદા છે. પાર્કના ઈતિહાસમાં આટલા બધા વાઘ ક્યારેય જોવા મળ્યા નથી, એક સમયે વાઘની સંખ્યા ઘટીને 25 થઈ ચુકી હતી. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પાર્કની ક્ષમતા કરતા અહી વાઘની સંખ્યા વધી ગઈ છે. access_time 1:06 pm IST

  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી access_time 9:38 am IST

  • પશ્ચિમ બંગાળમાં ૧૪ મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યોઃ એક જ પરિવારના ૧૪ લોકોનું ધમાઁતર થતા મળવા ગયેલા પત્રકારો સાથે હિન્દુવાદી સંગઠન આયોજીત કાર્યક્રમમાં બબાલ access_time 8:48 pm IST