Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં વિધર્મી યુવક સાથેના લગ્નથી કંટાળી પરિણીતા પિયરમાં આવી જતા પતિની જાનથી મારી નાખવાની ધમકી

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં વિધર્મી યુવક સાથે લગ્ન કર્યા બાદ યુવકે ત્રાસ આપવાનું શરૃ કરતા પિયરમાં પરત આવી ગયેલી યુવતીના ઘેર જઇ વિધર્મી યુવકે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઇ છે.

અંગેની વિગત એવી છે કે માંજલપુર વિસ્તારના ભાટકુવા વિસ્તારમાં સાંઇનાથ હાઉસિંગ સોસાયટીમાં રહેતા નયનભાઇ મનહરભાઇ ચુડાસમાની પુત્રી ગ્રીષ્માને વર્ષ-૨૦૧૬માં માંજલપુરની અવધુત ફાટક પાસે સોના ટેકરી વસાહતમાં રહેતો ફૈઝલ ઉર્ફે આદીલ મોહંમદઅલી કમાલ વણકર ભગાડીને તામિલનાડુના વેલ્લુર જિલ્લામાં લઇ જઇ પત્ની તરીકે રાખતા ગ્રીષ્માને એક પુત્રીનો જન્મ થયો હતો.

ગ્રીષ્મા સગીર વયની હોવાથી તેના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફૈઝલને પકડી લેતા જેલવાસ થયો હતો. જેલમાંથી છૂટયા બાદ ફૈઝલે ગ્રીષ્મા સાથેના લગ્ન રજિસ્ટર કરાવ્યા  હતા જો કે ફૈઝલ ત્રાસ આપતો હોવાથી ગ્રીષ્મા પોતાના પિતાના ઘેર પરત ફરી હતી. ગઇ બપોરે ગ્રીષ્મા અને તેની માતા ઘેર હતા ત્યારે ફૈઝલ આવ્યો હતો અને પુત્રીને લઇ જવાનું દબાણ કર્યા બાદ અગાઉ આપેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી. જો કે ગ્રીષ્માએ હું પિતાને બોલાવું છું તેમ કહેતાં ફૈઝલ ભાગી ગયો હતો. બનાવની ફરિયાદ  ગ્રીષ્માએ ફૈઝલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:32 pm IST)
  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST