Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વડોદરામાં દહેજની રકમની માંગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી

વડોદરા: શહેરની એક પરિણીતા સાથે દહેજની રકમ માટે પતિ અને સાસુ લગ્ન પ્રસંગ વખતે તાયફો કર્યા બાદ સતત ત્રાસ ગુજારવાનું ચાલુ રાખતાં આખરે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

વડસર રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૭ના અંતમાં મારા લગ્ન જયકિશન સાથે થયા હતા.લગ્ન પ્રસંગ વખતે પતિ અને સાસુએ રૃા.૨૫ લાખની માંગણી કરી મને સાથે લઇ જવા માટે ઇનકાર કરતાં સગાંઓએ બંનેને સમજાવ્યા હતા.

વખતે મેં પતિને કહ્યું હતું કે,આપણે એજ્યુકેટેડ છીએ અને દહેજ માટે આપણે વિરોધ કરવો જોઇએ.પરંતુ તેણે મને બાજુમાં લઇ જઇ બે તમાચા મારી દીધા હતા અને સાથે લઇ જવાનો ઇનકાર કરી બદનામ કરવાની ધમકી આપી હતી.ત્યારબાદ સાસુએ પણ મને સંસાર નહીં થવા દઉં તેવી ધમકી આપી હતી.

ત્યારપછી પણ અમે અમદાવાદના ગુમા વિસ્તારમાં રહેવા ગયા ત્યારે સાસુ ત્યાં આવી ધાકધમકીઓ આપતી હતી.મારી માતાને પણ લોકો અપશબ્દો બોલતા હતા.સાસુ કહેતી હતી કે મારા દીકરાને સારી છોકરીઓ મળતી હતી.તમારી હૈસિયત નહતી તો લગ્ન કેમ કર્યા ?પતિ અને સાસુએ કાર અને એસી નો પણ ઉપયોગ કરવા દીધો નહતો.મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:31 pm IST)