Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ભિલોડા તાલુકાના ઓડ ગામની સીમમાં નંબર વગરની બાઈક પર દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે રંગે હાથે ઝડપી ગુનો દાખલ કર્યો

ભિલોડા:તાલુકાના સરહદી એવા ઓડ ગામના માર્ગે રાજસ્થાન તરફથી એક નંબર વગરના બાઈક ઉપર દારૂ લાવવામાં આવી રહયો હોવાની શામળાજી પોલીસને બાતમી મળી હતી.પાલ્લા આઉટ પોસ્ટમાં મળેલ બાતમી બાદ પોલીસ ટીમે રાજસ્થાન સરહદે અડીને આવેલ ઓડ ગામના માર્ગે ર્વાચ ગોઠવી હતી. દરમ્યાન નંબર વગરની પલ્સર બાઈક લઈ આવી રહેલ બાઈક ચાલક અને અન્ય સવાર પોલીસને જોઈ ચોંકી ઉઠયા હતા.અને બાઈક પાછળ કોથળામાં દારૂની બોટલો ભરી બેઠેલ બાઈક સવાર ઝડપાઈ ગયો હતો. પોલીસે સવાર પાસેના થેલામાં તપાસ કરતા પ્રતિબંધીત વિદેશી દારૂ-બીયરની ૫૯ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જોકે પોલીસને થાપ આપી નંબર વગરની બાઈક લઈ ચાલર ભાગી છુટયો હતો.ત્યારે પોલીસે ઝડપી પાડેલ બાઈક સવાર અમીત નિનામા ને ઝડપી તેની પાસે ના થેલામાંથી વિદેશી દારૂની ૫૯ બોટલો કિં.રૂ.૧૦,૭૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો.શામળાજી પોલીસે ગુનામાં ઝડપાયેલ અમીત દિનેશભાઈ નીનામા અને ભાગી ગયેલ આરોપી રણજીતભાઈ ચંદુભાઈ નીનમા(બંને રહે.મોટાડોડીસરા,તા.ભિલોડા)વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:30 pm IST)
  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST