Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

અમદાવાદના રખિયાલ વિસ્‍તારમાં સાસુ-સસરાએ પારિવારિક વિવાદમાં પુત્રવધુ પર જીવલેણ હૂમલો કર્યો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં સાસુ-સસરાએ પારિવારિક વિવાદમાં પુત્રવધુ પર ઘાતક હુમલો કર્યો હતો. મંગળવારે સાંજે પુત્રવધૂને સાસુએ વાળ પકડી જમીન પર ઢસડી તો સસરાએ કાતરનો ઘા જમણા હાથ મારતા આંગળી ચિરાઈ ગઈ હતી. પુત્રવધૂને હાથની આંગળીમાં 8 ટાંકા આવ્યા હતા. રખિયાલ પોલીસે મહિલાની ફરિયાદ આધારે સાસુ, સસરા, પતિ અને નણંદ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને હુમલા અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રખિયાલની સુખરામનગર સોસાયટીમાં રહેતી વંદનાબેન અભયભાઈ સોલંકી (ઉં,28) પતિ અભય, સસરા બાબુભાઇ, સાસુ ગીતાબહેન અને નણંદ નિરમાબેન વિરુદ્ધ ફરિયાદ આપી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્નના એક વર્ષ બાદથી સાસુ અને નણંદ ટોણા મારતા કે, તમે પિયરમાં બહેનો છો એટલે તારી કુખે દીકરી આવશે. સસરા પણ બોલાચાલી કરી અપશબ્દો બોલતા હતા. પતિ પણ તેઓનો સાથ આપતો હતો.

લગ્નના દોઢ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો પતિ જોવા પણ આવ્યો હતો. કોર્ટમાં કેસ કરતા સમાધાન થતાં પતિ વંદનાબેનને પરત લઈ ગયો હતો.

ઘરમાં તકરાર વધતા વંદનાબેન અને પતિ સુખરામનગર સોસાયટી ખાતે અલગ રહેવા ગયા હતા. જયાં બીજા દીકરાનો જન્મ થયો હતો. પતિ પણ વંદનાબેન સાથે બોલાચાલી તકરાર કરતા હતાં.

ગત મંગળવારે વંદનાબેન પર સસરાનો ફોન આવ્યો હતો. તેઓએ પૂછ્યું કે, તારો પતિ મજૂરીના 4 હજાર રૂપિયા લાવ્યો તે તને આપ્યા છે? તો વંદનાએ મને ખબર નથી તેમ કહ્યું હતું. જે બાદમાં પતિ ઘરે આવતા વંદનાએ પૈસા અંગે પૂછતાં લઇ મારઝૂડ કરી હતી.

દરમિયાન સાસુએ આવી વાળ પકડી વંદનાને ઢસડી તેમજ સસરાએ કાતર મારતા જમણા હાથની પહેલી આંગળી કપાઈ ગઈ હતી. પતિએ લોહી નીકળતા પોતાનો શર્ટ કાઢી લપેટયો હતો. સમયે દિયરે હોસ્પિટલ જવાનું કહેતા વંદનાબેને ના પાડી હતી. દિયરે વંદનાબેનના પિતાને જાણ કરતા તેઓએ દીકરીને 108 એમ્બ્યુલન્સમાં શારદાબહેન હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન પહેલી આંગળીએ વંદનાબેનને 8 ટાંકા આવ્યા હતા.

(11:01 am IST)
  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST