Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વડોદરામાં યુવકનું તો આણંદમાં ૪ વર્ષના બાળકનું દોરાના કારણે ગળુ કપાતા મોત

અમદાવાદ: ઉત્તરાયણનો તહેવાર જ્યાં લોકોને ડબલ ઉત્સાહ આપે છે, ત્યાં ડર અને ખૌફ પણ લાવે છે. ઉત્તરાયણનો તહેવાર અનેક લોકોનો ભોગ લેતો હોય છે. દોરાથી ગળુ કપાઈ જવાના, ધાબા પરથી પડી જવાથી મોત થવાના કિસ્સા અનેક બનતા હોય છે. આવામાં વડોદરામાં ગળુ કપાઈ જવાથી યુવકનું મોત નિપજ્યું છે. તો આણંદમાં ચાર વર્ષના બાળકનું ગળુ કપાયું છે

વડોદરામાં ગળુ કપાતા યુવકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં દોરીથી ગળુ કપાઈ જતાં એક યુવકનું મોત નિપજ્યું છે. નંદેસરી ઓવર બ્રિજ પર ઘટના બની હતી. 19 વર્ષનો દીપક રબારી નામનો યુવક બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. પરંતુ દોરો તેના ગળામાં એવી રીતે ફરી વળ્યો કે તેનુ ગળુ કપાઈ ગયું હતું. ગળુ કપાઈ જતા રોડ પર લોહીનું ખાબચિયુ ભરાઈ ગયું હતું. પરંતુ પતંગના દોરીએ દીપકનો જીવ લીધો હતો.  તહેવારના દિવસે દીપક રબારીનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો

આણંદમાં 4 વર્ષના બાળકનું ગળુ કપાયું 
તો બીજી તરફ, આણંદ પાસે બોચાસણ ગામ પાસેના રોડ પર ગઈકાલે 4 વર્ષીય બાળકનું ગળું કપાયું હતું. ડભાસી ગામના મયંક ચૌહાણ નામના બાળકનું ગળું ચાઈનીસ દોરીમાં કપાયં હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, તે વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે બોરસદની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડાયો હતો

(10:59 am IST)
  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST