Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરનાર મુસાફરને પોલીસે 230વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં દારૃની હેરાફેરીનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે અને ચિલોડા પોલીસે વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી મુસાફરે પાસેથી ર૩૦ વિદેશી દારૃ ટેટ્રા પેકના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. દારૃ અને મોબાઈલ મળી પોલીસે ૧૯૪૮૦ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના મુસાફર સામે ગુનો નોંધ્યો હતો. દારૃનો જથ્થો કોને આપવાનો હતો તે જાણવા પણ મથામણ શરૃ કરાઈ છે.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરોના વાહનો ઝડપી લઈ દારૃ કબ્જે કરવામાં આવતાં હવે રાજસ્થાનથી ખેપિયાઓ મારફતે ખાનગી લકઝરી કે સરકારી બસમાં દારૃની હેરાફેરીના કિસ્સા વધી ગયા છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ દ્વારા અવારનવાર વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી આવા મુસાફરોને પકડવામાં આવી રહયા છે જેમની પાસેથી દારૃનો જથ્થો મળી પણ રહયો છે ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતાં એક લકઝરી બસને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતાં વિજયસિંહ માનસિંહ રાજપુત રહે.નાથદ્વારા રાજસ્થાનના થેલામાંથી વિદેશી દારૃના ર૩૦ ટેટ્રાપેક મળી આવ્યા હતા. મોબાઈલ અને દારૃ મળી ૧૯૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આ દારૃ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.

(5:37 pm IST)