Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વડોદરા પાદરા રોડ નજીક કંપનીમાં ત્રાટકેલા તસ્કરોએ એકાઉન્ટની ઓફિસમાંથી કેશ બોક્સ ઉઠાવી લેતા ગુનો દાખલ

વડોદરા:વડોદરા-પાદરા રોડ પર આવેલી એક કંપનીમાં રાત્રે ત્રાટકેલા અડધો ડઝન ચોરો કંપનીની એકાઉન્ટ ઓફિસમાંથી આખું કેશ બોક્સ ઉઠાવી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે સમીયાલા ગામ પાસે એક્રોસ પ્રા.લી. કંપનીમાં શનિવાર અને રવિવારની રાત્રે બનિયન, જેકેટ અને શર્ટ પહેરેલા છ ચોરો ત્રાટક્યા હતાં. આ ચોરોએ કંપનીના મેઇન દરવાજો તોડવાની કોશિષ કરી હતી પરંતુ તેમા સફળતા નહી મળતા નજીકમાં એક બારીનો કાચ તોડી અંદર પ્રવેશી ચોરો એકાઉન્ટ ઓફિસમાં ઘૂસ્યા હતાં અને આ ઓફિસની દિવાલમાંથી કેશ બોક્સ લઇ ગયા હતાં.

સવારે કંપનીમાં ચોરી થઇ હોવાની જાણ થતા માલિકો કંપનીમાં પહોંચી ગયા હતા ત્યારે એકાઉન્ટ ઓફિસના કાગળો વેરવિખેર જણાયા હતાં અને કેશ બોક્સ પણ ન હતું. કંપનીના નજીકના ખેતરમાં તપાસ કરતા કેશ બોક્સ મળ્યું હતું પરંતુ અંદરતી રૃા.૬૨૭૫૧ રોકડ ગાયબ હતી. કંપનીના સીસીટીવી ફૂટેજમાં પણ છ ચોરો જણાતા હતાં. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)