Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગુજરાતનું ચૂંટણી પંચ સૌમાં સવાયું: શ્રેષ્ઠ કાર્ય એવોર્ડ

અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે મતદારોને મબલખ સુવિધાઃ સન્માન બદલ ગૌરવ અનુભવતા કમિશનર સંજયપ્રસાદ

રાજકોટ તા. ૧૩: જનાગ્રહ સંસ્થા, બેંગ્લોર દ્વારા શ્રી હરદીપસિંહ પુરી, ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગઇકાલે રોજ યોજાયેલ વર્ચ્યુઅલ પુરસ્કાર સમારોહમાં ગુજરાત રાજય ચૂંટણી આયોગને શ્રેષ્ઠ રાજય ચુંટણી આયોગનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તેમ ચુંટણી આયોગનો સચિવ    મહેશ જોશી જણાવે છે.

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મતદારોની સુવિધા વધારી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા રાજય ચૂંટણી આયોગ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે અને ઇ-વોટિંગની શરૂઆત કરી છે.

રાજય ચૂંટણી આયોગની ઇ-ડેશબોર્ડ સાથેની માહિતીપ્રદ વેબસાઇટ અદ્યતન આંકડાકીય વિગતો પૂરી પાડે છે. મતદારને મતદાર યાદીની અને મતદાન મથકની વિગતો મોબાઇલ ફોન પર ઉપલબ્ધ થઇ શકે અને ડાઉનલોડ કરી શકાય તેવી મતદાર કાપલી તેમજ વિવિધ મતવિસ્તારોની મતદાન, મતગણતરી અને ચૂંટાયેલા સભ્યોની સંપૂર્ણ વિગતો નાગરિકોને મોબાઇલ ફોન પર ઉપલબ્ધ થાય તેવી ટેકનોલોજીના ઉપયોગ સાથે અમલી બનાવેલ વ્યવસ્થાની સંસ્થાએ નોંધ લઇ આ એવોર્ડ માટે પસંદગી કરેલ છે.

પાયાની લોકશાહી અને સત્તાના વિકેન્દ્રિકરણમાં મહત્વની ભૂમિકા નીભાવનાર સનદી અધિકારી પદ્મવિભુષ્ણ શ્રી વી. રામચન્દ્રનની સ્મૃતિમાં સ્થાપિત થયેલ જનાગ્રહ એવોર્ડ માટે શહેરી સંસ્થાઓમાં નાગરિકલક્ષી આંતરમાળખાકીય વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોના સંવર્ધનની બાબતો માટે જનાગ્રહ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે.

(3:44 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST