Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિરમગામ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે "યુગ પુરુષ યુવા સંવાદ" કાર્યક્રમ નિહાળ્યા

વિરમગામ નગર/તાલુકાના અલગ - અલગ ગામના યુવા કેન્દ્રના યુવાઓને અને મહિલા મંડળને રમત - ગમત કીટ વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ ખાતે સ્વામી વિવેકાનંદ  જન્મ જયંતિ નિમિત્તે "યુગ પુરુષ યુવા સંવાદ" કાર્યક્રમ નિહાળ્યો હતો. વિરમગામ નગર/તાલુકાના અલગ - અલગ ગામના યુવા કેન્દ્રના યુવાઓને  અને મહિલા મંડળને રમત - ગમત કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને  સ્વામી વિવેકાનંદજીના જીવન વિષેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી ટેકનોલોજીના માધ્યમથી સંવાદ કર્યો હતો. સંયોજકને યુથ એવોર્ડ આપી યુવાનોને પુરસ્કાર કર્યા  હતા અને યુવાને માર્ગદર્શન આપ્યું હતું.

   આનંદ મંદિર સ્કુલ વિરમગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા સંયોજક ગૌરાંગભાઈ ખત્રી, રમત ગમત અધિકારી પૃથ્વીભાઈ ઠાકોર, પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, હિતેશભાઈ મુનસરા, તેજસભાઇ વજાણી, ગોકુલ પટેલ, રાકેશ પુજારા, નગર સંયોજક કિરણભાઈ સોલંકી, નીલેશ રાણા, તાલુકા સંયોજક‌ રસિકભાઈ કોળી, જગદીશ રાવળ તથા ગામના અને વોર્ડ સંયોજક ઉપસ્થિત રહ્યા હતા.

(2:20 pm IST)