Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સુરતના ઇચ્છાપોર ચોકડી પાસે મહિલા સફાઈ કર્મચારીનું ચાલુ ટ્રેક્ટરે પડી જતા કરૂણમોત

એકના એક દીકરાને માતાની છત્રછાયા ગુમાવી: ટ્રેકટર ચાલક ફરાર

સુરત શહેરમાં ઇચ્છાપોર ચોકડી નજીક પાલિકાની કોન્ટ્રાકટ મહિલા સફાઈ કર્મચારી ચાલુ ટ્રેક્ટરે પડી જતા મોતને ભેટી હતી. ઘટના બાદ 108ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. દરમિયાન ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.
ટ્રેક્ટરમાં ત્રણ મહિલા સવાર હતી.

ઉગત નહેર ખાતે આવેલા એસએમસી આવાસમાં લક્ષ્‍મીબેન દિનેશભાઇ બાબરીયા (ઉ.વ. 50 ) પરિવાર સાથે રહેતા હતા. પાલિકામાં કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારી તરીકે 2 જાન્યુઆરીથી જોડાયા હતા. ગત રાત્રે સફાઈ કામ દરમિયાન લક્ષ્‍મીબેન સહિત 3 મહિલા ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેક્ટર ચાલકે બમ્પ કૂદાવતા લક્ષ્‍મીબેન ટ્રેક્ટરમાંથી પડી ગયા હતા. ગંભીર ઈજાના પગલે 108ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, લક્ષ્‍મીબેનને મૃત જાહેર કરાયા હતા. લક્ષ્‍મીબેનના મોતના પગેલ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.

લક્ષ્‍મીબેનના મોતના પગેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લક્ષ્‍મીબેનને એકનો એક દીકરો છે. જેથી એકના એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ તો લક્ષ્‍મીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

(12:30 pm IST)
  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST