Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહીસાગર જિલ્લાના વિવિધ વિભાગોના રૂા. ૧૧૬.૭૯ કરોડના ૧૭ વિકાસ કામોનું લોકાપર્ણ/ખાતમુહૂર્ત કરવામાં આવશે

અમદાવાદ :મુખ્ય. મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વી હેઠળ કોરોના સંક્રમણ વચ્ચેા પણ ગુજરાતની વિકાસ યાત્રા ન રૂકના હૈ ન ઝૂકના હૈ ના ધ્યેવય સાથે તેજ રફતારથી આગળ વધી રહી છે.
  મહીસાગર જિલ્લો  વર્ષ-૨૦૧૩માં અસ્તિેવત્વથમાં આવ્યાગ બાદ જિલ્લાએ અનેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. આ વિકાસ યાત્રાની કડીના ભાગરૂપે મુખ્યવ મંત્રી આજે તા. ૧૩/૧/૨૦૨૧ના રોજ બપોરના ર-૦૦ કલાકે મહીસાગર જિલ્લાળના મુખ્ય્ મથક લુણાવાડા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડજ ખાતે કિસાન સૂર્યોદય યોજનાની સાથોસાથ મહીસાગર જિલ્લામાં રૂા. ૧૧૬.૭૯ કરોડના ખર્ચે નવનિર્મિત અને નિર્માણ પામનાર ૧૭ વિકાસ કામોનું પણ લોકાર્પણ કરી મહીસાગર જિલ્લાકને વિકાસ કામોની ભેટ ધરશે.
  મહીસાગર જિલ્લાના લુણાવાડા-બાલાસિનોર અને સંતરામપુર તાલુકામાં વિવિધ વિભાગો દ્વારા નવનિર્મિત ૧૧ વિકાસ કામોનું લોકાપર્ણ કરવામાં આવનાર છે. તેમાં મહિસાગર જિલ્લાના બાકોર ખાતે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા રૂપિયા રૂા.૨.૭૬ કરોડના ખર્ચે બે હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું ગોડાઉન, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા લુણાવાડા તાલુકામાં  રૂા.૧.૦૦ કરોડના ખર્ચે કમાલપુર નાકા તળાવ અને સંતરામપુર તાલુકામાં રૂા.૧.૨૭ કરોડના ખર્ચે સાતકુંડા વોટર ફોલ, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કડાણા તાલુકામાં રૂા.૦.૫૬ કરોડના ખર્ચે બચકરીયા રાવળ ફળિયાનો રસ્તો, સંતરામપુર તાલુકામાં તલાદરા મુખ્ય રસ્તાથી માળી ફ.ખોડિયાર ઘાટી સુધીનો રસ્તો, લુણાવાડા તાલુકામાં રૂા.૦.૭૯ કરોડના ખર્ચે ડેટા પાટીયા વટવટીયા થઇ ઘમોદ ક્રોસીંગ થઇ ખેમપુર ભાથીજી મંદિર થઇ પાકા રસ્તાને જોડતો રોડ તેમજ ખાનપુર તાલુકામાં રૂા.૦.૬૩ કરોડના ખર્ચે બાકોર દલેલપુરા રોડ અને  આરોગ્ય વિભાગ દ્વારા ખાનપુર તાલુકામાં રૂા.૧.૦૦ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંડરવાડા, વિરપુર તાલુકામાં રૂા.૧.૦૦ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાર તેમજ લુણાવાડા તાલુકામાં રૂા.૧.૦૦ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મધવાસના નવિન મકાનનું અને  શહેરી વિકાસ વિભાગ દ્વારા બાલાસિનોર તાલુકામાં રૂા.૦.૭૨ કરોડના ખર્ચે બાલાસિનોર નગરપાલિકા દ્વારા ૬.૬૦ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પીવાના પાણીની ઓવર હેડ ટાંકીના બાંધકામનો સમાવેશ થાય છે.
  જયારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ દ્વારા લુણાવાડા તાલુકામાં રૂા. ૬.૨૨ કરોડના ખર્ચે પટ્ટણ જૂથ પાણી પુરવઠા યોજના, બાલાસિનોર તાલુકામાં રૂા.૨૧.૫૮ કરોડના ખર્ચે બાલાસિનોર શહેર માટે ૬.૩૦ એમ.એલ.ડી ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું, નર્મદા જળ અને સંપત્તિ પાણી, પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કડાણા તાલુકામાં રૂા.૫૬.૩ કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના શિયાળ અને લુણાવાડા તાલુકાના શામણા તળાવમાંથી પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાના વિવિધ તળાવો ભરવાની કામગીરીનું, સંતરામપુર તાલુકામાં રૂા.૨૦.૩૯ કરોડના ખર્ચે સંતરામપુર તાલુકાના ગ્રામ્ય તળાવો તથા મોરાલનાકા અને બાબરી એમ.આઈ. તળાવને વડા તળાવ પાસેઆવેલ પી.એસ.-૨ માંથી પાઇપલાઇન દ્વારાલીંક કરી પાણી ભરવાની યોજનાનું અને માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા લુણાવાડા તાલુકામાં રૂા. ૦.૫૩ કરોડના ખર્ચે દોલતપુરા હિંદોલીયા રોડ અને રૂા.૦.૫૨ કરોડના ખર્ચે હાંસેલિયા ભલાડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, કૃષિ રાજય મંત્રી અને જિલ્લાિ પ્રભારી મંત્રી જયદ્રથસિંહજી પરમાર જયારે સાંસદ સર્વ રતનસિંહ રાઠોડ અને જશવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિયતિ રહેશે.

 આ પ્રસંગે  મહિલા આયોગના ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલિયા, ધારાસભ્યોે સર્વ જીજ્ઞેશભાઇ સેવક, કુબેરભાઇ ડીંડોર, અજિતસિંહ ચૌહાણ, જિલ્લા્ અગ્રણી  દશરથભાઇ બારિયા, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડીરેકટર શ્રીમતી શાહમીના હુસૈન, મધ્યિ ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજીંગ ડીરેકટર તૃષાર ભટ્ટ  સહિત પદાધિકારીઓ-અધિકારીઓ-કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી ખેડૂતો ઉપસ્થિષત રહેશે.

(7:32 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST