Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજપીપળા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા અટકી પડતા ગરીબ લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

વારંવાર બદલાતા પાલિકાના મુખ્ય અધિકારી દર વખતે નવા નવા કાગળો માંગતા ચારેક મહિનાથી લાભાર્થીઓના લિસ્ટ પર સહીઓ ન થતા હપ્તા અટક્યા હોવાની બુમ:મકાન ખુલ્લા કરી બેઠેલા કેટલાક લાભાર્થીઓ નહિ ઘર ના નહિ ઘાટ ના જેવી સ્થિતિ વચ્ચે ફસાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2017ના વર્ષ થી શરૂ થઈ હતી જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજો ફોર્મ સાથે આપવાના હોય તે બાદ જે તે એજન્સી દ્વારા નિયમ મુજબ કમગીરી થતી હોય જેમાં 2017 ના વર્ષમાં લગભગ 150 જેવા લાભાર્થીઓના ફોર્મ મંજુર થયા અને હાલ તેમના મોટાભાગના હપ્તા પણ આવી ગયા હોય ત્યારબાદના વર્ષોમાં સરકારી ગાઈડલાઈન મુજબ જ ફોર્મ ભરાયા હોવા છતાં રાજપીપળા નગરપાલિકાનામાં વારંવાર બદલાતા મુખ્ય અધિકારીઓ દ્વારા નવા નવા નિયમો લાગુ કરાયા જેમાં ઘણા મહિનાઓથી સરકારની ગાઈડલાઈન કરતા પણ વધુ દસ્તાવેજની માંગણી કરાતા ઘણા લાભાર્થીઓના હપ્તા માટેના લિસ્ટ મુખ્ય અધિકારીની સહિમાં અટવાઈ રહ્યા છે.ચારેક મહિના પહેલા મુખ્ય અધિકારીએ વધારાના દસ્તાવેજો માંગ્યા ત્યારબાદ હાલ મુકાયેલા અધિકારી અગાઉના કરતા વધુ દસ્તાવેજોની માંગણી કરતા અલગ અલગ અધિકારીઓની આવન જાવનમાં બિચારા લાભાર્થીઓ હપ્તાની રાહ જોઈ ધક્કા ખાઈ રહ્યા છે.
જોકે આ બાબતે અમે અન્ય જિલ્લાઓની નગરપાલિકા માં આ યોજના બાબતે તપાસ કરી તો આવાસ ના ફોર્મ સાથે જે ડોક્યુમેન્ટ આપવાના હોય છે એ મુજબ જ મુખ્ય અધિકારી સહીઓ કરી લાભાર્થીઓના હપ્તા માટે આગળની કામગીરી કરે છે તો રાજપીપળા નગર પાલિકા ના મુખ્ય અધિકારીઓ કેમ નવા કાયદા બનાવી લાભાર્થી ઓના હપ્તા બાબતેની કામગીરી માં મનમાની કરે છે..?કે પછી અન્ય કોઈ કારણે એજન્સી અને લાભાર્થીઓ ને ધક્કે ચઢાવાય છે..?તેવા સવાલો હાલ ઘણા લાભાર્થીઓ માં ઉઠી રહ્યા છે.
જોકે અમે આ માટે સુરત કમિશ્નર નો ટેલિફોનિક સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે અગાઉ ગ્રાન્ટ ની તકલીફ હતી પણ હાલ કોઈ તકલીફ નથી છતાં ફક્ત રાજપીપળા નગરપાલિકા માં આવી તકલીફ હશે તો હું તાત્કાલિક એ માટે તપાસ કરી ઝડપી કામગીરી થાય તેમ કાર્યવાહી કરું છું.
રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે પણ અમે મૌખિક વાત કરી તો તેમના જણાવ્યા મુજબ એજન્સીને લાભાર્થીઓ ના અમુક દસ્તાવેજો નું ચેકલીસ્ટ આપ્યું છે એ સબમિટ કરવા અમે જાણ કરી છે ટૂંક સમય માં એ લિસ્ટ મુજબના દસ્તાવેજો જમા થશે ત્યારબાદ કમગીરી આગળ વધશે.

(11:51 pm IST)