Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

છેલ્લા 36 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહેલી મહિલાઓ અમિતભાઈ શાહને મળવા અમદાવાદ પહોંચી

33 જિલ્લાની 50થી વધુ યુવતીઓ અમદાવાદ ખાતે આવી પહોંચી

 

અમદાવાદ : એલઆરડી મુદ્દે થયેલા અન્યાય સામે લડત ચલાવનાર યુવતીઓ અમદાવાદ આવી પહોંચી છે. 33 જિલ્લાની 50થી વધુ યુવતીઓ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. યુવતીઓ ગૃહમંત્રી અમિત શાહને મળી ન્યાય માટે માંગણી કરશે. એક તરફ રાજ્યભરના લોકો ઉત્તરાયણનું પર્વ ઉજવી રહ્યા છે. ત્યાં બીજી તરફ યુવતીઓ 36 દિવસથી ન્યાયની માંગણીના પોકાર કરી રહી છે.

(9:18 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયા : કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ હમણાં જ જાહેર કર્યું છે કે કેરળમાં થી 2 શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવવા રહી છે access_time 8:00 pm IST

  • યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગયાની એક રેલીમાં કહ્યું હતું કે, આર્ટિકલ 370 રદ કરવાને કારણે પાકિસ્તાનને ચિંતા થઈ ગઈ છે કે તે ભારતના હાથે પીઓકે પણ ગુમાવી શકે છે access_time 8:23 pm IST