Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

અમદાવાદના ખડિયા વિસ્તારમાં પતંગ ચગાવવાને પાડોશી વચ્ચે માથાકૂટ

પતંગ કપાઇ જતા બે પરિવાર વચ્ચે બબાલ થતાં માથાના ભાગમાં લાકડી ફટકારી

અમદાવાદઃ શહેરના ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવાને લઈને પડોશીએ એક યુવકને માથાના ભાગે લાકડી મારી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઇજાગ્રત યુવક ને માથાના ભાગે ટાંકા આવ્યા છે અને ખાડિયા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ખાડીયાની ઉપલીશેરીમાં રહેતા ગૌરાંગ ભાવસારના પુત્રો ધાબે પતંગ ચગાવતા હતા ત્યારે પડોશી પ્રકાશનો પતંગ કપાઈ જતા આરોપી પ્રકાશ અને તેના પરિવારે માથાકૂટ કરી હતી અને ગૌરાંગભાઇના પુત્ર અને પત્નીને ગાળો બોલીને માર માર્યો હતો. પતંગ કપાઈ જવાનો મામલો એટલે હદ સુધી બિચક્યો હતો કે આરોપી પ્રકાશ અને તેના સાળા સાથે મળીને ગૌરાંગ ભાવસારને માર માર્યો છે.

વીએસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડી, માથે પાટો આવ્યો ગૌરાંગ ભાવસારને માથાના ભાગે લાકડી મારતા વીએસ હૉસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. પતંગ કાપવાની બાબતમાં ઉપલી શેરીમાં થયેલી માથાકૂટ ખાડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ગૌરાંગ ભવસારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રકાશ માળી સહિતના લોકો સામે ગુનો નોંધીને આરોપીઓને શોધવાની તજવીજ શરૂ કરી છે.

ઉતરાયણના દિવસને એક દિવસ બાકી છે ત્યારે પતંગ કપાઈ જવા જેવી સામાન્ય બાબતમાં લોકો માથાકૂટ કરી રહ્યા છે. પણ એક ગુજરાતી તરીકે તહેવારમાં જુના વેરઝેર ભૂલીને તહેવાર ને શાંતિ પૂર્વ ઉજવવા જોઇએ તેવું લોકોનું માનવું છે.

(12:55 pm IST)