Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

અમિતભાઇ શાહ પોતાના પરિવાર અને કાર્યકરો કનક્કલા ફલેટ ખાતે પતંગની મજા માણશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે કરવાના છે. શાહ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્સવની ઉજવણી કરશે. વેજલપુરમાં અમિત શાહ પતંગ ઉડાવશે. કનકકલા ફ્લેટનાં ધાબેથી અમિત શાહ પતંગની મજા માણશે.

આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે છે, ત્યારે બપોરે 3 કલાકે અમિત શાહ પ્રથમ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાન ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશે અને બાદમાં કનકકલા ફલેટ ખાતે પતંગ ઉત્સવમાં ભાગ લેશે.

(12:55 pm IST)