Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીઃ પતંગરસિયાઓ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ગયા

ઠંડીના ચમકારા અને હવામાન પલટાની વચ્ચે પણ લોકોમાં પતંગ ચગાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો

અમદાવાદઃ ઠંડીના ચમકારા અને હવામાનમાં પલટાની વચ્ચે પણ પતંગરસિયાઓ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ગયા છે. એ કાયપો છે અને લપેટ-લપેટની કિકિયારીઓ વચ્ચે જોરજોરથી સાઉન્ડ સીસ્ટમ વાગી રહી છે. સવારથી જ પતંગરસિયાઓ શેરડી, બોર અને તલ-ગોળની ચિક્કીની જયાફત માણી રહ્યા છે. અમદાવાદમાં ગાંઠિયા-જેલેબી અને ઊંધિયા માટે પણ સવારથી જ લોકોએ લાઈનો લગાવી છે.

(10:51 am IST)