Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

સુરતમાં ભાજપના નેતા વિરુદ્ધ પોલીસે ફરિયાદ ન લેતા પરિવારનો કોર્ટ સામે બેનર સાથે વિરોધ

બાળકોનું અપહરણ કરવાની અને ખંડણી માંગી હોવાનો આરોપ

સુરતની કોર્ટમાં એક યુવક પોતાની પત્ની અને સ્કૂલ યુનિફોર્મમાં બાળકો સાથે બેનર લઇને વિરોધ કરતો જોવા મળ્યો હતો. આ યુવકનું નામ છે હનુમાન યાદવ જે અમરોલી વિસ્તારમાં રહે છે. તેનો આક્ષેપ છે કે આજ વિસ્તારમાં રહેતા અને માથાભારેની છાપ ધરાવતા અને ભાજપના સક્રિય કાર્યકર્તા લાલાભાઈ જાલિમ સામે દેખાવ કરી રહ્યો હતો.

 બાળકોનું અપહરણ કરવાની અને ખંડણી માંગી હોવાનો આરોપ આ માથભારે ઈસમ દ્વારા હનુમાન યાદવના ઘરને ખાલી કરાવવાની ધમકી આપવામાં આવી હતી. આ મકાન પર કબ્જો કરવા અમિત કુમાર લાલાભાઈ જાલિમ અને એક મહિલા દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, પણ કોર્ટ તેમની અરજી રદ કરી નાખી હતી. જોકે ત્યારબાદ જાલિમ દ્વારા આ મકાન માલિકના બાળકોનું અપહરણ કરવા સાથે રૂપિયા 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

આ યુવાન આમથભારે લાલાઉ જાલિમના વસે નહિ થઈને તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીમાં ગયો હતો પણ તેની ફરિયાદ પોલીસે લીધી ન હતી. ભાજપનો કાર્યકર્તા જાલિમ અમરોલી વિસ્તારમાં અનેક ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે અને તેના સાગરિતો આ યુવાનને ડરાવી રહ્યા છે ત્યારે ન્યાય માટે આ યુવાન આજે કોર્ટમાં આવીને દેખાવ કર્યા હતા. જોકે, આ ઘટનાની જાણ થતા પોલીસ તેને લઈ ગઈ હતી.

(8:33 pm IST)