Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

વાવમાં ઢીમા રોડ પર આખલો આડો ઉતરતા પટકાયા :બે યુવાન બાઈક સવારના કરૂણમોત

રાજસ્થાનના બંને યુવકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

વાવના ઢીમાં રોડ પર આખલો આડો ઉતરતા બાઇકસવાર પટકાયા હતા. બાઇક પટકાતા બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પ્રાથમિક તપાસમાં બંને યુવાનો રાજસ્થાનના હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ઢીમા રોડ પર ગત રાત્રે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઢીમા રોડ પરથી પસાર થતી વખતે મોડીરાત્રે આખલો આડો ઉતરતા બાઇક પટકાયુ હતુ. રાજસ્થાનના બંને યુવકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.સ્થાનિક પોલીસે બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)
  • કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના તમામ 70 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા access_time 9:01 pm IST

  • દુબઈ શરજાહ સહિત યુનાઈટેડ આરબ અમીરાતમાં ઠેર ઠેર વરસાદ- કરા રવિવારે પણ પડયા છેઃ સતત ૩ દિવસથી વરસાદી માહોલ છે access_time 12:56 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST