Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

અમદાવાદના ચાંગોદરમાં ક્રિમા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા ઘીમાં એસ્ટીફાઇડ ફેટનો ઉપયોગ: ૧૨.૫૦ લાખનો મુદામાલ કબજે

કંપનીને પામ ઓઇલ, કોકોનેટ ઓઇલ બનાવવાની મંજૂરી હતી ઘી બનાવવાની નહીં

અમદાવાદના ચાંગોદરની ક્રિમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી છે. જેમાં ઘીમાં એસ્ટીફાઇડ ફેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અહીં નકલી ઘી જેવો પદાર્થ બનાવીને વેચાણ કરાતું હતું.

 આ કંપનીમાં તપાસ કરતા સામે આવ્યુ કે આ કંપનીને પામ ઓઇલ, કોકોનેટ ઓઇલ બનાવવાની પરવાનગી હતી પણ ઘી બનાવવાની પરવાનગી ન હતી. જેની જાણ થતાં તુરંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડીને અંદાજીત સાડા બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(9:21 pm IST)