Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

સુરત ફરી બન્યું શર્મસાર : 4 વર્ષીય બાળકી સાથે થયું દુષ્કર્મ

સુરત : સુરતમાં ફરી એકવાર સર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતની ન્યૂ બોમ્બે માર્કેટ નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારની 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થયુ હોવાની કલંક રૂપ ઘટના સામે આવી છે. ઘટના સામે આવતા વરાછા પોલીસ દ્બારા બાળકીનું તબીબી પરીક્ષણ કરાવાયું હતું અને ગુનો નોંધી વઘુ તપાસ હાથધરી છે.

(12:18 am IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી access_time 10:20 am IST

  • U-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST

  • આંદામાન દ્વીપ સમૂહમાં આજે રવિવારે રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે. ભૂકંપ રાત્રે 9.18 મિનિટે આવ્યો હતો. હાલમાં ભૂકંપથી નુકશાનના કોઈ અહેવાલ નથી. access_time 12:06 am IST