Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

સુરતના પર્વત ગામમાં હીરાના કારખાનામાં ભિષણ આગ ભભૂકી :સાતથી વધુ ફાયરફાયટર પહોંચ્યા

શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ;દૂર દૂર ધુમાડાના ગોટેગોટા

સુરત ;સુરતના એક હીરાના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે જાણવા મળતી વિગતો મુજબ આજે રવિવારના રોજ સાંજના સમયે સુરતના પર્વત ગામમાં આવેલા હીરાના કારખાનમાં આગ લાગી હતી જે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇને આગને કાબુમાં લેવાની કામગીરી હાથધરી હતી આગ એટલી બધી વિકરાળ હતી કે આગને કાબુમાં લેવા માટે એક પછી એક સાતથી વધુ ફાયરફાયટરને બોલાવવામાં આવ્યા હતા.આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત થઇ રહયું છે સદનસિબે આગમાં કોઇ જાન હાની થઇ નથી. આ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી કાળો ધૂમાડો નજરે ચડી રહ્યો હતો.

(9:36 pm IST)
  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 10:20 am IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:48 am IST

  • અમદાવાદ શાહીબાગનાં ભીલવાસ વિસ્તારમાં 3 શખ્સોએ છરીનાં ઘા મારી કરી યુવકની હત્યા : પોલીસ પહોચી ઘટના સ્થળે access_time 9:33 pm IST