Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

કુવામાં કૂદીને આપઘાતના બનાવમાં નવો વળાંક :ચાર વર્ષની પુત્રીના નિવેદનથી મામલો હત્યાનો હોવાનું ખુલ્યું

પપ્પાએ મમ્મીને માથામાં ઈંટ મારી કુવામાં નાખી દીધી :મૃતક સંગીતાબેનની ચાર વર્ષની દીકરીનો ખુલાસો : સાસુ પતિ અને દિયર વિરુદ્ધ હત્યાનો ગુન્હો

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચપલાવત ગામે પરિણીતાનું કૂવામાં જંપલાવી મોતને વ્હાલું કર્યું હોવાના બનાવામાં નવો વળાંક આવ્યો છે આ અંગે મૃતકની દીકરીના નિવેદનના આધારે પોલીસે મૃતકની સાસુ, પતિ અને દિયર સામે હત્યાનો ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે.

 અંગેની વિગત મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચપલાવત ગામે શનિવારે પરિણીતા કૂવામાં પડી જતા મોત થયાની જાણ પરિણીતાના પતિ દ્વારા સાઠંબા પોલીસને કરવામાં આવતા સાઠંબા પોલીસે મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી

   દરમિયાન મૃતકના પરિવારજનોએ પરિણીતાના પિયારીયાને મંડલીયા ગામે જાણ કરી જેથી મૃતક સંગીતાના પિયારીયાઓ તરત જ ચપલાવત દોડી આવ્યા હતા.ઘરમાં જઇ જોયું તો સંગીતા ખાટલામાં મૃત હાલત માં પડી હતી અને પિયારીયાઓએ સંગીતાના મોત બાબતે પૂછતા સાસરિયાઓએ જણાવ્યું હતું કે સંગીતાનો પગ લપસી જવાથી તે કૂવામાં પડી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. પરંતુ પિયારીયાઓએ સંગીતાના મૃતદેહને તપાસી જોયોતો માથાના પાછળના ભાગમાં ઇજાના નિશાન હતા.જેથી તેઓએ સંગીતાની હત્યા થઇ હોવાની આશંકા જણાઈ એટલામાં પોલીસ આવી ચડી અને મૃતદેહને પીએમ માટે લઇ જવાની તજવીજ હાથ ધરાઈ ત્યારબાદ મૃતક પરિણીતા સંગીતાના મૃતદેહનું પીએમ બાદ મૃતદેહનો ક્યારે અંતિમ ક્રિયા કરાઈ વગેરે બાબતે પિયારીયાઓને પોલીસ કે સાસરિયાઓ તરફથી કોઈજ જાણકારી આપી નહીં જેથી પિયારીયાઓએ સંગીતાનું મોત કુવામાં પડવાથી નહિ પરંતુ હત્યા થઇ હોવાનો આક્ષેપ કરી સાઠંબા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જેથી ડીવાયએસપી સહિતનો સ્ટાફ સાઠંબા પોલીસ સ્ટેશન ધસી આવ્યો હતો.
   મૃતક સંગીતાના પિયારીયાઓના હત્યાના આક્ષેપ બાદ પોલીસે પણ આ અંગે ઊંડાણથી તપાસ કરી આ અંગે મૃતકની ચાર વર્ષની દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે મારા પપ્પાએ મારી મમ્મીને માથાના ભાગમાં ઈંટ મારી કૂવામાં નાખી દીધી છે. પિયારીયાઓના હોબાળા બાદ અને મૃતક સંગીતાની દીકરીએ આપેલા નિવેદન બાદ સાઠંબા પોલીસે મૃતકની સાસુ પતિ અને દિયર વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:04 pm IST)