Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

વાઘોડિયા પોલીસનો સપાટો :હાલોલ-વડોદરા રોડ પરથી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઇ :ડ્રાયવર-ક્લીનર ફરાર : 12 લાખના દારૂ સહીત 22 લાખનો મુદામાલ કબ્જે

વડોદરા :હાલોલ-વડોદરા રોડ પર મછલીપુરા ગામની સીમમાં વાઘોડિયા પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી એક ટ્રકને ઝડપી પાડી હતી. જો કે ટ્રકનો ચાલક અને ક્લિનર ફરાર થઇ ગયા હતાં. પોલીસે ટ્રકમાંથી 1224000 ની કિંમતના બીયરના ટીન, બે મોબાઇલફોન, ટ્રક મળી કુલ 22.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીયરનો જથ્થો વારસીયા વિસ્તારના નામચીન બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાશમલ વાઘવાણીએ મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કરી ત્રણેની શોધખોળ હાથ ધરી છે.

(5:29 pm IST)
  • તમિલનાડુના મદુરાઈ સહિત ૧૬ ગામોમાં આશરે બે હજાર વર્ષ જૂની જલીકટ્ટુની રમત ફરીવાર આજે અનેક વિવાદો બાદ પોંગલના દિવસથી ૩ દિવસ માટે શરુ થઈ છે. access_time 3:45 pm IST

  • બળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ભયંકર કેમિકલ ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે. બીબીસીના હવાલાથી જાણવા મળે છે કે રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હતી. આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે આ હુમલા બાદ ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફોની સારવાર અપાઈ રહી છે. access_time 3:15 pm IST

  • આંદામાન દ્વીપ સમૂહમાં આજે રવિવારે રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે. ભૂકંપ રાત્રે 9.18 મિનિટે આવ્યો હતો. હાલમાં ભૂકંપથી નુકશાનના કોઈ અહેવાલ નથી. access_time 12:06 am IST