Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ગુજરાતમાં પતંગની દોરીઅે ૩ લોકોના જીવ લીધાઃ તો સેંકડો લોકોને ઇજાઓ પણ પહોંચીઃ મૃતકોના પરિવારજનો શોકમાં ડૂબ્યા

જીવલેણ ઉત્તરાયણ : વડોદરામાં યુવાન-રાજકોટમાં બાળકનું મોત : મૃતકોના ૫રિવારની મોજ-મસ્તી માતમમાં ફેરવાઇ ઉત્તરાયણની સવારે જ ૫તંગની દોરી જીવલેણ બની હોવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. સવારના ૫હોરમાં મહેસાણામાં યુવાનનું મોત અને વડોદરાના પાદરામાં બે યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત થયા બાદ વધુ બે વ્યક્તિના મોત અને એક ઇજાગ્રસ્ત બન્યા હોવાનું બહાર આવ્યુ છે. સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3 અને ઇજાગ્રસ્તનો આંકડો પણ 3 થઇ ગયો છે.

 વડોદરામાં યુવાનના ગળામાં દોરી ફસાઇ જતા મોત
વડોદરાના માંજલપુર રોડ પતંગની દોરીએ એક યુવકનો જીવ લીધો છે. પ્રિયાંકભાઈ પરમાર નામનો યુવાન બાઈક પર સરસ્વતી કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેમના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઇ હતી અને ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
રાજકોટમાં ૫તંગ લૂંટવા જતા માસુમ બાળક ધસમસતી ટ્રેન હડફેટે આવી ગયો
રાજકોટમાં મકારસંક્રાતિમાં પતંગ લૂંટવાની મજા એક બાળક માટે મોતની સજા બની ગઇ છે. રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં પતંગ લૂંટવા ગયેલા એક બાળકનું ટ્રેનની નીચે કપાઈ જતા મોત થયું હતુ. બાળકનું મોત થતા ભોમેશ્વર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો પરિવાર માથે આભ તૂટી પડ્યું હતુ. ઉત્તરાયણનો શુભ પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો.
પંચમહાલમાં બાઇક ચાલકનું ગળુ કપાતા ગંભીર ઇજા બીજી તરફ પંચમહાલના શહેરા તાલુકાના મોરવા રેણા રોડ પર બાઈકચાલકનું ગળુ કપાયું હતુ. રસ્તા પરથી બાઈક લઈને પસાર થતા યુવાનના ગળાના ભાગે પતંગની દોરી વાગતા ગળુ કપાઈ જતા તેને સારવાર અર્થે ગોધરા ખસેડાયો હતો. જો કે ગળામાં ગંભીર ઈજા થવાથી સારવાર અર્થે વડોદરા લઈ જવો પડ્યો હતો.

(3:48 pm IST)
  • બળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ભયંકર કેમિકલ ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે. બીબીસીના હવાલાથી જાણવા મળે છે કે રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હતી. આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે આ હુમલા બાદ ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફોની સારવાર અપાઈ રહી છે. access_time 3:15 pm IST

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અક્બરુદીનનું ટ્વીટર એકાઉન્ટ રવિવારે સવારે હૈક થયું છે. જોકે તેનાથી બેફિકર આ રાજદ્વારીએ કહ્યું હતું કે તેના ટ્વીટરને હૈક કરીને તેને જુકાવી શકાશે નહીં. અજાણ્યા હૈંકરોએ બે ફોટા અને એક વિડિઓ પોસ્ટ કરી છે અને અકબરૂદ્દીનના ટ્વીટર એકાઉન્ટના નામમાં @AkbaruddinIndia થી બદલીને R@AkbaruddinSyed કરી નાખ્યું છે. access_time 4:34 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:48 am IST