Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

પાલનપુરમાં બે ચીલઝડપકારને લોકોઅે ફાવવા ન દીધાઃ ઝડપીને સામુહિક માર માર્યોઃ પોલીસને સોંપ્યા

પાલનપુરઃ વાવ શહેરમાં તાલુકા ભરના લોકો રોજીંદા હજારોની સંખ્યામાં ખરીદી કરવા આવે છે. જેને લઈને હમેશા બજાર ભરચક જોવા મળે છે. જેનો ખીસ્સા કાતરૃઓ સહીત ચિલઝડપ કરતી ટોળકીઓ ભરપુર ફાયદો ઉઠાવતી હોય છે. અગાઉ પણ અનેક આવા બનાવો બની ચુંક્યા છે.ગત રોજ બપોરના સમયે બે ખજાણ્યા યુવકો રાહદારીઓના ખીસ્સામાં હાથ નાખતાં ઝડપાઈ જતાં લોકોએ બન્ને યુવકોને મેથીપાક ચખાડી પોલીસને સોપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વાવ શહેરમાં ઉતરાયણના પર્વ ઉજવણીને લઈને તાલુકા ભરના લોકો ખરીદી કરવા ઉમટી પડયા હતા.જેને લઈને બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.આ ભીડનો ફાયદો ઉઠાવી બે અજાણ્યા ઈસમોએ ખરીદી કરવા આવેલા રાહદારીના ખીસ્સામાં હાથ નાખતાં હોબાળો મચી જતાં આ યુવકો ભાગવા જતાં લોકોના હાથે ઝડપાઈ જતાં બન્ને યુવકોને લોકોએ ભારે મેથીપામ ચખાડી પોલીસને સોપતાં પોલીસે આ બન્ને યુવકોની પુછતાછ કરતાં રાજેશ બલ્લુભાઈ બાવરી ઉ.વ (ર૯) અને સુનીલ લખમણભાઈ બાવરી ઉ.વ.(ર૦) બન્ને રહે માનસરોવર રોડ પાલનપુરના હોવાનુ જણાવ્યુ હતુ.જેથી પોલીસે વધુ પુછતાછ અર્થે તપાસ હાથ ધરી હતી.
વાવ શહેરમાં જ્યારે પણ લોકોના હાથે ઝડપાય તે તમામ લોકો પાલનપુરના હોવાનુ બહાર આવે છે.તો જીલ્લા પોલીસવડા સત્વરે યોગ્ય પગલાં ભરી આવા યુવકોની તપાસ કરે તો મોટી ગેંગ હોવાનુ બહાર આવે તેવી આશંકા સેવાઈ રહી છે ને અનેક ચોરીઓના ભેદ ઉકેલાય તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

(3:48 pm IST)
  • બળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ભયંકર કેમિકલ ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે. બીબીસીના હવાલાથી જાણવા મળે છે કે રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હતી. આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે આ હુમલા બાદ ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફોની સારવાર અપાઈ રહી છે. access_time 3:15 pm IST

  • લીંબડી - બગોદરા નેશનલ હાઇવે પર રળોલ ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો. બંધ ઉભા ટ્રક પાછળ ઇક્કો ગાડી તેમજ અન્ય એક હ્યુન્ડાઇ કાર ધુસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 2 વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને 4 વ્યક્તિ ને ગંભીર ઇજા થઇ છે. આ અકસ્માતની જાણ થતાજ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. access_time 9:35 pm IST

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અક્બરુદીનનું ટ્વીટર એકાઉન્ટ રવિવારે સવારે હૈક થયું છે. જોકે તેનાથી બેફિકર આ રાજદ્વારીએ કહ્યું હતું કે તેના ટ્વીટરને હૈક કરીને તેને જુકાવી શકાશે નહીં. અજાણ્યા હૈંકરોએ બે ફોટા અને એક વિડિઓ પોસ્ટ કરી છે અને અકબરૂદ્દીનના ટ્વીટર એકાઉન્ટના નામમાં @AkbaruddinIndia થી બદલીને R@AkbaruddinSyed કરી નાખ્યું છે. access_time 4:34 pm IST