Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

નડીયાદના અમુલના ડીરેકટર વિપુલ પટેલ પર ઉપર ત્રણ અજાણ્યા ઈસમો એ કર્યો હુમલો

સફેદ સ્વીફ્ટ કારમાં અજાણ્યા હુમલાખોરોએ નડિયાદ -પીપલગ રોડ ઉપર આવેલા જાનવીપાર્ટી પ્લોટ પાસે વિપુલ પટેલની ગાડી આંતરી અને આ ઈસમોએ પોતાની પાસે રાખેલ દંડાથી ચેરમેન ઉપર હુમલો કરી ગારદાપાટુનો મારમારી ગાડીને નુકશાન કરીને ફરાર થઇ ગયા હતા

વડોદરા:ખેડા જિલ્લાના નડિયાદ APMCના ચેરમેન અને અમુલના ડીરેક્ટર વિપુલ પટેલ ઉપર ત્રણ અજાણ્યા ઈસમો એ કર્યો હુમલો સફેદ સ્વીફ્ટ કારમાં અજાણ્યા હુમલાખોરોએ નડિયાદ -પીપલગ રોડ ઉપર આવેલા જાનવીપાર્ટી પ્લોટ પાસે વિપુલ પટેલની ગાડી આંતરી અને આ ઈસમોએ પોતાની પાસે રાખેલ દંડાથી ચેરમેન ઉપર હુમલો કરી ગારદાપાટુનો મારમારી ગાડીને નુકશાન કરીને ફરાર થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગત સાંજે નડિયાદ-પીપલગ રોડ ઉપર APMCના ચેરમેન અને અમુલના ડીરેક્ટર વિપુલ પટેલ ઉપર કરવામાં આવેલ હુમલામાં આ ઈસમોએ તેમની ગાડીના કાચ તોડીને નુકશાન પહોંચાડેલ તથા આપશબ્દો કેમ બોલે છે તેમ કહી હુમલો કરી ઈજા કરી હતી.

આ ઘટના અંગે નડિયાદ રૂરલ પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ પટેલ આગાઉ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી પણ રહી ચુક્યા છે ત્યારે તેમના પરની આ હુમલાની આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

હાલમાં જ વિધાનસભાની ચુંટણી ઓ પૂર્ણ થઇ છે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ઓ ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના અગ્રણી નેતા ઉપર હુમલો થતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

(12:31 pm IST)
  • દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે કમલ હાસન રાજકારણમાં એન્ટ્રી મારશે. કમલ હાસને ચેન્નઈમાં વિકાસ એવોર્ડ સમારંભમાં હાજરી આપતા જણાવ્યું કે તે 18 જાન્યુઆરીએ રાજનીતિમાં જોડાવવાની યોજના અંગે ખુલાસો કરશે. 26 જાન્યુઆરીના રોજ તેઓ તમિલનાડુની યાત્રા શરૂ કરશે. access_time 3:54 pm IST

  • બળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ભયંકર કેમિકલ ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે. બીબીસીના હવાલાથી જાણવા મળે છે કે રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હતી. આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે આ હુમલા બાદ ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફોની સારવાર અપાઈ રહી છે. access_time 3:15 pm IST

  • તમિલનાડુના મદુરાઈ સહિત ૧૬ ગામોમાં આશરે બે હજાર વર્ષ જૂની જલીકટ્ટુની રમત ફરીવાર આજે અનેક વિવાદો બાદ પોંગલના દિવસથી ૩ દિવસ માટે શરુ થઈ છે. access_time 3:45 pm IST