Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મકર સંક્રાંતિને લઈને યુવાનો અને યુવતીમાં પણ તૈયાર થવાનો અને ટેટુ ચીતરાવવાનો ક્રેજ

અમદાવાદ:મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. મકર સંક્રાંતિને લઈને યુવાનો અને યુવતીમાં પણ તૈયાર થવાનો અને ટેટુ ચીતરાવવાનો ક્રેજ જોવા મળે છે. 

 

ન્યુ લૂક સાથે તહેવાર ઉજવણી વાત આવે ત્યારે અમદાવાદીઓ ક્યારેય પાછા પડતા નથી.હાલ ઉત્તરાયણને આડે એક દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદની યુવતીઓએ પણ ઉત્તરાયણ ને લઈને પોતાની તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે.

યુવતી  ઉતરાયણના દિવસે  જુદા જુદા પ્રકારના ટેટુ ચિતરાવે છે.પતંગના ટેટુ, ફીરકીના ટેટુ તેમજ 2018 અને `કાઈપો છે...' તેમ લખાવીને ન્યૂ લૂકમાં ઉતરાયણ ઉજવવાની તૈયારીઓ કરી છે..યુવતીઓએ હેર સ્ટાઈલમાં પણ નાની નાની પતંગ અને નાની ફીરકીનો ઉપયોગ કરીને ન્યૂ હેર સ્ટાઈલ કરાવેલ છે. 

(11:24 am IST)