Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મહેસુલકર્મી બાદ હવે આરટીઓ ઓફિસ અને ફ્લાઈંગ ચેકપોસ્ટના ઓફિસરો કાળીપટ્ટી પહેરીને વિરોધ કરશે

16મીથી 18 સુધી વિરોધ પ્રદર્શન : 20મીએ તમામ આરટીઓ અધિકારીઓ સી,એલ પર ઉતરશે

 

ગુજરાત સરકાર સામે મહેસુલ વિભાગના કર્મચારીઓ બાદ વધુ એક વિરોધ જોવા મળ્યો હતો. 16થી 18 તારીખ સુધી આરટીઓ ઓફિસ અને ફ્લાઈંગ ચેકપોસ્ટના અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે.

 સરકારની ઓનલાઈન લિંકનો બહિષ્કાર કરાશે. 20મીએ તમામ આરટીઓ અધિકારીઓ સી.એલ રજા પર ઉતરશે. ત્યારબાદ પણ માંગણીઓ બાબતે નિર્ણય નહિ આવે તો આંદોલન કરવામાં મૂડમાં અધિકારીઓ દેખાઇ રહ્યાં છે. 10 દિવસ અગાઉ આરટીઓ અધિકારીઓ દ્વારા વાહન વ્યવહાર કમિશ્નરને પત્ર લખી જાણ કરાઇ હતી. કરોડોની આવક કરી આપતા અધિકારીઓને સગવડ આપવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લાગ્યો છે.

 

(12:46 am IST)