Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વલસાડના પારડી તાલુકાના ધગળમાળમાં રિક્ષામાંથી બાળકી નીચે પટકાતા કરૂણમોત

ચાલકે પથ્થર પર રીક્ષાનું ટાયર ચડાવી દેતા બાળકી રીક્ષામાંથી બહાર ફેંકાઇ

 

વલસાડના પારડી તાલુકાના ધગળમાળ ગામે રિક્ષામાંથી બાળકી નીચે પટકાતા મોત થયું હતુ. રીક્ષા ચાલકે પથ્થર પર રીક્ષાનું ટાયર ચડાવી દેતા બાળકી રીક્ષામાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. બાળકીના માથાના ભાગે ઇજા થતા પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. બાળકીના મોત બાદ બાળકીના મામાએ રીક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

(12:41 am IST)