Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અમદાવાદના નારોલમાં બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ:બાઇક સવાર બે શખ્શો ઉપાડી ગયેલ હતા

નજીકની સોસાયટીમાંથી મળી આવેલ બાળકીને પેટમાં દુખાવો ઉપડતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

 

અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કરીને કેટલાક શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદના નારોલમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાય છે. પોલીસે અપહરણ અને પોસ્કોની ફરિયાદ નોંધી છે. કિશોરી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી તે મળી આવી હતી. સોસાયટીના રહીશોએ બાળકીને પોલીસને સોંપી હતી.

બાઈક પર આવેલા બે શખ્સો અપહરણ કર્યુ હતું અને ત્યારબાદ દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ બાળકીને પેટમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી છે.

(12:15 am IST)