Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોડાસા નગર સેવા સદન માટે બે કરોડ રૂપિયા ફાળવવા મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણંય

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગર સેવા સદન માટે સહાય ફાળવાશે

 અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરમાં નગરપાલિકાને નગર સેવા સદનના નિર્માણ માટે રૂ. બે કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. 

મુખ્યમંત્રી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને નવા નગર સેવા સદન માટે રૂ. બે કરોડની સહાય રાજ્ય સરકાર આપે છે. 

તદ્દઅનુસાર, અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાની આ નગરપાલિકાને બે કરોડ રૂપિયા ફાળવાશે. 

 નવા નગર સેવા સદનનું નિર્માણ થવાથી નગરજનોને રોજબરોજના કામો માટે આવવા-જવામાં થતી મુશ્કેલી દૂર થશે. 

(8:38 pm IST)
  • ભારે હિમપાત અને બરફવર્ષાને પગલે હિમાચલ પ્રદેશમાં કુફરી અને નારકોડાના પ્રવાસન સ્થળોએ નેશનલ હાઇવે-૫ બંધ કરી દીધો : હિમાચલના કુલ્લુ જિલ્લાના મનાલીના પલછન ગામમાં ભારે બરફવર્ષા ૪૫ સે.મી. બરફ પડયો access_time 11:37 am IST

  • ૧૪ કિલો સોનુ ઝબ્બે : તેલંગણા ખાતે હૈદ્વાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી બે મુસાફરોને ૧૪ કિલો સોના સાથે ઝડપી લીધા છે. ડીઆરઆઇ તપાસ કરી રહી છે access_time 11:32 am IST

  • વિશ્વ ફરી આર્થિક વિકાસના માર્ગે કરશે પ્રયાણ :અમેરિકા - ચીન ટ્રેડ વોર ખતમ કરવા થયા સહમત :અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફીટ કરી આપી માહિતી :ટૂંક સમયમાં યુએસ અને ચીન વચ્ચે મહત્ત્વની બેઠક થશે access_time 10:56 pm IST