Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ખેડા ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી હેરાફેરી કરતા શખ્સને 1.65 લાખના વિદેશી દારૂ સાથે ઝડપ્યો

ખેડા:  લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે સાંજના સુમારે કણજરી પાસેથી એક સ્ક્વોડા કારને ઝડપી પાડીને તેમાંથી .૬૫ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડીને તેના વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ ગઈકાલ સાંજે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે એક સ્કોડા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો કણજરી પંથકમાંથી થઈ જઈ રહ્યો છે. જેથી પોલીસે ભુમેલથી કણજરી જવાના નારવાળા રસ્તા પર કણજરી પાસે વડતાલ રેલવે ક્રોસીંગ નજીક વોચ ગોઠવી હતી. લગભગ રાત્રે પોણા સાત વાગે એક કાળા કલરની સ્કોડા ગાડી નં. જીજે-૦૬, ઈએચ-૫૫૧૨ આવી હતી. જેથી પોલીસે તેને રોકીને તલાશી હાથ ધરી હતી. ડ્રાઈવરની પાછળની સીટ નીચે વિદેશી દારૂના ૩૬ બોક્ષ નજરે પડ્યાં હતાં. પોલીસે બોક્ષને જોતાં તેમાંથી ૪૩૨ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ.,૬૫,૨૪૦ થવા જાય છે. પોલીસે ગાડીમાં બેઠેલા ચાલકની પુછપરછ કરતાં તેનું નામ મહેશ ઉર્ફે ભોલો ઉર્ફે ભોળો દાદુસિંહ ચૌહાણ (રહે.સંતરામ સોસાયટી,કણજરી)નો હોવાનું બહાર આવ્યું હતું. ગાડી સાથે પોલીસે ,૬૫,૨૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે નોંધનીય છે કે એલસીબી પોલીસે દારૂની હેરાફેરીને પકડી પાડી છે. અને એક આરોપીને પણ પકડ્યો છે. પરંતુ હજી સુધી મહેશ દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જતો હતો તે બહાર આવ્યુ નથી. પોલીસ જિલ્લામાં વિદેશી દારૂ સાથે એકાદ બેને ઝડપી પાડે છે પરંતુ ધંધાના મોટા ખેલાડીઓના નામ બહાર આવતાં નથી. પોલીસ આવા મોટા ખિલાડીઓ સુધી પહોંચશે કે કેમ તે એક સવાલ છે.

(5:20 pm IST)