Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સુરત: એસઓજીએ ડુપ્લીકેટ આરસી બુકનો પર્દાફાશ

સુરતબેંકોમાં લોનના હપ્તા ભરતા રિકવર થયેલ બાઇકોની ડુપ્લીકેટ આરસી બુક બનાવીને વાહન વેચાણનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે. કૌંભાડમાં ડુપ્લીકેટ આર.સી. બુક બનાવીને કુરિયર દ્વારા સુરત મોકલનાર નડિયાદના મુનીરઅલી મહેબુબઅલી સૈયદને વોન્ટેડ જાહેર કરાયાનું જાણવા મળે છે.
પોલીસના જણાવ્યાનુસાર કામરેજના ખોલવડમાં વાહનોની લે-વેચ કરનાર રાજેશ બાબુભાઇ પટેલ આધારપુરાવા વગર ગ્રાહકોને વાહનોની ડુપ્લીકેટ આરસી બુક બનાવી આપતો હોવાની બાતમી મળી હતી. જેથી એસઓજી પોલીસની ટીમે દરોડો પાડતા દુકાનમાંથી ૩૮ આરસી બુક મળી આવી હતી. જેમાં ૧પ ગેરકાયદે હોવાની ઝડપાયેલ રાજુ પટેલે કબૂલાત કરી હતી. કૌંભાડની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, બેંકોમાં સીઝ થયેલ બાઇકોના રજિસ્ટ્ેશન નંબર તેમજ એન્જિન નંબર રાજુ પટેલના મિત્ર અને ન્યુ રાંદેરમાં રહેતા ધર્મશ પટેલ પાસે આવતા હતા. જો કે વાહનોની આરસી બુક હતી. દરમ્યાન બારડોલીમાં રહેતા ફિરોજ ભીમલા આરસીબુક બનાવતા હોવાનું જાણવા મળતા રાજુ પટેલે તેની પાસે ૯૬ જેટલી આરસી બુક બનાવડાવી હતી. એક આરસી બુકના ૪૦૦૦થી ૪પ૦૦ રુપિયા વસૂલાતા હતા. પોલીસ તપાસમાં ધર્મશ પટેલ, ફિરોજ ભીમલાને પૂછપરછ કરાઇ હતી. જેમાં ફિરોજે જણાવ્યું હતું કે, રાજુ પટેલે મોકલેલ બાઇકના નંબરના આધારે તે નડિયાદમાં રહેતા મુનીરઅલી મહેબુબઅલી સૈયદ પાસે આરસી બુક બનાવડાવતો હતો. મુનીરઅલી એક આરસી બુકના રપ૦૦ રૂપિયા લેતો હતો અને કુરિયરથી મોકલી આપતો હતો. જેમાં પોતે હજાર કમિશન ચઢાવીને ડુપ્લીકેટ આરસી બુકનું વેચાણ કરતો હોવાનું ફિરોજે કબૂલ્યું હતું. આથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. જેમાં ગ્રાહકો સાથે છેતરપિંડી અને નિયત ફી કરતાં વધુ નાણાં મેળવીને સરકારના ફ્રી ટેકસની ચોરીનો ચારેય સામે ગૂનો નોંધાયો છે. જેમાં પોલીસે નડિયાદના મુનીર અલીને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.

(5:19 pm IST)