Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પેટલાદના રામોદડીમાં ડેન્ગ્યુથી એકનું મોત

પેટલાદ:  તાલુકાના રામોદડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી બીમારીએ ભરડો લીધો છે. પ્રતિદિન વધતી બીમારીએ સમગ્ર ગામને બીમારીમાં ધકેલી દીધું છે. પ્રતિ ઘરદીઠ એક વ્યક્તિ ચિકન ગુનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોમાં સપડાયા છે.પેટલાદ તાલુકાના અંતરીયાળ ગામમાં આવેલ રામોદડી ગામમાં ઠેરઠેર ગંદકી, પાણી ભરેલા રહેવાથી ગ્રામમાં ધીમે પગલે રોગચાળાએ પગપેસારો કર્યો છે. સમગ્ર ગામમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોએ ઉથલો માર્યો છે. તેવામાં આરોગ્ય વિભાગ કે સ્થાનિક પીએચસી સેન્ટરો દરકાર લેતા આંકડો ૧૦૦ને પાર પહોંચી જવા પામ્યો છે. જેમાં આરોગ્ય તંત્ર આળસ કે બેદરકારી કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા હજી કોઈ તંત્ર ગામની મુલાકાતે કે દરકાર લેવા પહોંચ્યું નથી. જેમાં ગ્રામ પંચાયતના કે ગામના પ્રતિનિધિઓ પણ એટલા જવાબદાર હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

(5:18 pm IST)