Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વડોદરામાં તરસલીમાં ભરવાડ જૂથે સ્થાનિક રહીશને માર માર્યો

વડોદરા: તરસાલી વિશાલનગરમાં જાહેરમાં ગાય-ભેંસો દોડાવતા ભરવાડોએ સ્થાનિક રહીશે ઠપકો આપતા ભરવાડોએ ડાંગ વડે સોસાયટીના રહીશોને માર માર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંગેની વિગત એવી છે કે, તરસાલી વિશાલનગરમાં રહેતા ધવલ ગિરીશભાઇ સીકલીગર શિવાશિવ  ઓટો સ્પેરપાર્ટસ નામની દુકાન ચલાવે છે. ગઇકાલે બપોરે સાડા ત્રણ વાગ્યે બે બાઇક પર આવેલા ચાર ભરવાડો ધવલના ઘર પાસેથી ગાય ભેંસો દોડાવીને લઇ જતા હતા. જેથી ધવલે ભરવાડોને કહ્યું હતું કે, ગાય-ભેસો શું કરવા દોડાવો છો ? કોઇને વાગી જશેજેથી ઉશ્કેરાયેલા ચારેય ભરવાડોએ ડાંગ વડે ધવલ પર હુમલો કર્યો હતો. ધવલને છોડાવવા વચ્ચે પડેલા સોસાયટીના અન્ય રહીશો જીજ્ઞોશ સાવંત, ગીતાંજલીબેન તથા કૃણાલને પણ ભરવાડોએ માર માર્યો હતો.ધવલે પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કરતા પોલીસ સ્થળ પર આવી ગઇ હતી અને ભરવાડો બાઇક છોડીને ભાગી ગયા હતા. બનાવ અંગે ધવલ સીકલીગરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(5:15 pm IST)