Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જમીનની બાબલે કાણીસા ગામે એક જ પરિવાર સભ્યો વચ્ચે માથાકૂટ

ખંભાત: તાલુકાના કાણીસા ગામે રહેતા દિનેશભાઈ નારણભાઈ રબારીએ ગત ૧૯--૨૦૦૯ના રોજ આણંદ ખાતે રહેતા ઈસુબમીંયા મલેક તેમજ તેમના ભાઈ પાસેથી જલ્લા ગામની સીમમાં આવેલી જુદા-જુદા સર્વે નંબરવાળી કુલ ૧૬ વીઘાં જમીન અઘાટ વેચાણ દસ્તાવેજથી રાખી હતી. જમીન બાબતે અમદાવાદ હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. આજે બપોરના સુમારે દિનેશભાઈ રબારી જેસીબી મશીન લઈને ખેતરમાં ગયા હતા અને ઢાળીયો બનાવી રહ્યા હતા ત્યારે અનવરમીંયા અહેમદમીંયા મલેક અને ઉર્વેશ ઉર્ફે ચકો અનવરમીંયા મલેક ધારીયા લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને જમીન અમારે પડાવી લેવાની છે તેમ જણાવીને દિનેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અનવરમીંયાએ પોતાની પાસેનું ધારીયું જેસીબીના કાચમાં મારતા કાચ તૂટી જવા પામ્યા હતા. દરમ્યાન આસપાસના ખેતમજૂરો દોડીને આવી પહોંચ્યા હતા અને દિનેશભાઈને વધુ મારમાથી છોડાવ્યા હતા. જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે તેઓએ તારાપુર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:10 pm IST)